ફિલ્મી દુનિયા

‘વીરગતી’ની અભિનેત્રી પૂજામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા, સલમાન ખાન પાસે માંગી મદદ જાણો વિગત

આખી દુનિયા હાલ કોરોના સાથે સંઘર્ષ કરી રહી છે. દરરોજ ઘણા લોકો આ વાયરસના શિકાર બની રહ્યા છે. આને કારણે, ઘણા લોકો દરરોજ પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. ભારતમાં દરરોજ ઘણા લોકો આ વાયરસની પકડમાં આવી રહ્યા છે. દેશમાં ઘણા દિવસોથી ચાલી રહેલા લોકડાઉનને હમણાં જ રાહત મળી છે અને લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ મળી રહી છે. જો કે, સામાન્ય લોકોની જેમ, બોલિવૂડના કલાકારો પણ ભાગ્યે જ તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે સલમાન ખાનની સાથ ફિલ્મમાં કામ કરનારી પૂજા ડડવાલ કોરોનાનો ડર લાગી રહ્યો છે.

Image Source

સલમાન ખાનની ફિલ્મ ‘વીરાગતી’ અભિનેત્રી પૂજા ડડવાલ મુશ્કેલીમાં છે. પૂજા એક અઠવાડિયાથી શરદી, ખાંસી, શ્વાસની તકલીફ, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, તાવ, નબળાઇ અને કંઈપણ ખાવામાં સ્વાદ ન આવવો જેવી તકલીફ સાથે સંઘર્ષ કરી રહી છે. પૂજાની તબિયત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે અને તેમાં જોવા મળતા લક્ષણો તે કોરોના વાયરસથી સંક્રમિત થવાના સંકેત છે.

Image Source

એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂજાએ કહ્યું કે, મને છેલ્લા ઘણા દિવસોથી તાવ આવે છે. ગોવામાં હવામાન ઠંડું છે, એવું લાગે છે કે બદલાતા હવામાનને કારણે મારી તબિયત ખરાબ થઈ છે. મારી તબિયત દરરોજ ખરાબ થઈ રહી છે. પહેલા મને ખાંસી હતો અને પછી મને તાવ આવ્યો.’

Image Source

પૂજાએ આગળ જણાવ્યું કે, “મને કોરોના હોવાનો ડર છે, પરંતુ કોરોના ટેસ્ટ કરવા માટે મારી પાસે પૈસા નથી.” કોઈની પાસેથી ઉધાર લઈને પણ હું મારી સારવાર કરાવી શકતી નથી. હવે મિત્રો પણ મદદ કરવાની ના પડે છે, તેના ઘરની હાલત પણ ખરાબ છે તેને આગળ જણાવ્યું કે તાજેતરમાં જ તેના ઘરથી હોસ્પિટલ સુધીમાં લગભગ 4 કોરોના કેસ આવ્યા છે.

Image Source

જણાવી દઈએ કે, 2018માં પૂજાને ટીબીની બિમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેની સારવારનો આખો ખર્ચ સલમાન ખાને પોતે ઉઠાવ્યો હતો. ટીબીને કારણે તેનું શરીર ખવાઈ ગયું હતું.

Image Source

તે બીમાર પડી એ પહેલા પૂજા ગોવામાં કેસિનોમાં કામ કરતી હતી. પૂજાએ તે સમયે કહ્યું હતું કે- ‘એક વર્ષ પહેલા ખબર પડી હતી કે મને ટીબી છે. બીમારીને કારણે તેની પાસે એકપણ રૂપિયા વધ્યા ન હતા. હું ચા અને પાણી માટે પણ બીજા પર નિર્ભર થઈ ગઈ હતી.’

Image Source

માંદગીને કારણે, જ્યારે પૂજાના પતિ અને પરિવારજનોએ તેને એકલો છોડી દીધી, ત્યારે તેની હાલત એટલી બગડી ગઈ કે પૂજાનું વજન માત્ર 23 કિલો હતું. ત્યારબાદ સલમાનની બિઇંગ હ્યુમન ફાઉન્ડેશને પૂજાની સારવારનો બધો ખર્ચો 10 મહિના સુધી ઉઠાવ્યો.

માર્ચ, 2018 માં, પૂજાને મુંબઇની શિવડી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. સાજા થયા બાદ આ વર્ષેની 7 ઓગસ્ટે તેને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ, જ્યારે પૂજાને કોઈ ઠેકાણું ન હતું, ત્યારે સલમાનની ટીમે તેને જરૂરી તમામ ચીજવસ્તુઓ સાથે ગોવાના ભાડા મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

Image Source

પૂજાએ ફરી એકવાર સલમાનને મદદની અપીલ કરી છે. તેણે કહ્યું- મેં સલમાનને પહેલા પણ મદદ માટે પૂછ્યું છે, તેણે પણ મદદ કરી હતી. મુંબઇમાં 6 થી 8 મહિના મારી સારવાર કરાવી અને ત્યારબાદ મને ગોવામાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આજે ફરી એકવાર હું તેની પાસે મદદ માંગું છું. મને સલમાનને વારંવાર મદદ મંગાવી ગમતી નથી, પરંતુ બીજું કોઈ મારી મદદ કરવા તૈયાર જ નથી. સલમાન, હું ફરીથી મુશ્કેલીમાં છું, મારી મદદ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.