ડગ કેસમાં ફસાયેલા બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને 8 ઓક્ટોબરના રોજ આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યો હતો. કોર્ટે આર્યન સહિત અન્ય આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આ પહેલા કોર્ટની સુનાવણી દરમિયાન શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની હાજર રહી હતી. ત્યાં પૂજા સતત રડી રહી હતી. આર્યનની હાલત તેનાથી જોઇ શકાઇ ન હતી અને તે જ કારણે તે તેના આંસુઓને રોકી શકી નહિ.
જણાવી દઇએ કે, આર્યન ખાન ડગ કેસ સિલસિલામાં જેલની અંદર છે. આ કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હાલમાં એવી ખબર ઘણી વાયરલ થઇ રહી છે કે 7 ઓક્ટોબરના રોજ કોર્ટમાં જે સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન ગરમીને કારણે આર્યન ખાન પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો અને તે લગભગ 3-4 કલાક સુધી એક જગ્યાએ ઊભો રહ્યો હતો
આ દરમિયાન તે ઘણો ઉદાસ લાગી રહ્યો હતો. આર્યનને આ હાલતમાં જોઇ શાહરૂખ ખાનની મેનેજર પૂજા રડવા લાગી હતી. આર્યનની આવી હાલત જોઇ તેના આંખમાંથી આસુ રોકાવાનું નામ લઇ રહ્યા ન હતા. આ વાતથી જાણી શકાય છે કે, પૂજા દદલાની શાહરૂખ અને તેના પરિવાર સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટથી આર્યનને મળવાની પરમિશન લેતા સમયે પૂજા દદલાનીનું નામ આપ્યુ હતુ.
પૂજાને સતીશ માનશિંદેને આર્યન ખાનના પરિવારની સભ્ય હોવાનો કરાર આપ્યો હતો. આનાથી ખબર પડે છે કે શાહરૂખ ખાનની મેનેજર પૂજા તેમના પરિવારનો ભાગ છે. પૂજા વર્ષ 2012થી શાહરૂખ ખાન સાથે કામ કરી રહી છે. તેને NCB ઓફિસમાં કેટલાક વકીલો સાથે આર્યન ખાન સાથે મળતા દેખવામાં આવી હતી.