મનોરંજન

મહેશ ભટ્ટના આ પગલાંથી નફરત કરતી હતી દીકરી પૂજા ભટ્ટ, બાપ સાથેના સંબંધને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

બાપ મહેશે દીકરી પૂજાને મેગેઝીન માટે હોંઠ પર કિસ કરી હતી… પિતા મહેશ ભટ્ટ અને સોની રાજદાનને નફરત કરતી હતી પૂજા ભટ્ટ, જાણો સમગ્ર કહાની

લાંબા સમય સુધી એક્ટિંગથી દૂર રહ્યા બાદ મોટી દીકરી પૂજા ભટ્ટ ‘સડક 2’ માં નજરે આવી હતી. આ ફિલ્મમાં તે તેની સાવકી બહેન આલિયા ભટ્ટ, સંજય દત, અને આદિત્ય રોય કપૂર સાથે નજરે આવી હતી.

આ પહેલી વાર હતું કે બંને બહેનો એક સાથે કોઈ ફિલ્મમાં સાથે નજરે આવી હોય. પૂજા ભટ્ટ આજે ભલે આલિયા ભટ્ટ અને પિતા મહેશ ભટ્ટની નજીક હોય. પરંતુ એક સમય હતો તે પિતા અને બીજી પત્ની એટલે કે આલિયાની માતા સોની રાજદાનને નફરત કરતી હતી.

Image source

પૂજાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેં મારા પિતાનો વિરોધ કર્યો હતો કારણ કે તેને મારી માતાને છોડી દીધી હતી અને તે પણ કોઈ બીજી સ્ત્રી માટે. હું સોનીને નફરત કરતી હતી કારણકે તેના કારણે જ પિતા દૂર થઇ ગયા હતા.  તેનું નામ લેતા પણ હું અસહજ થઇ જતી હતી. પૂજાએ આગળ જણાવ્યું હતું કે, કેવી રીતે તેની માતાએ તેનો આ વિચાર બદલ્યો હતો.

Image source

પિતાના આ ફેંસલા પર પૂજાના આ વિચારને બદલવા માટે તેની માતાએ તેને સહયોગ આપ્યો હતો. પૂજાએ જણાવ્યું હતું કે તેની માતાએ કહ્યું હતું કે, તેના પિતા એટલે કે મહેશ ભટ્ટ સારો માણસ છે. ફક્ત રિલેશનશિપ ના નિભાવી શક્યા એ માટે તે ખરાબ નથી. પૂજાએ કહ્યું હતું કે, માતાએ કહ્યું હતું કે, હું મારા પિતાના આ ફેંસલાનો વિરોધ ના કરું. તે એક બહુ જ સારા માણસ છે. પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટનું ટ્યુનિંગ સારું છે. પૂજા તેના પિતા સાથે સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

Image source

જણાવી દઈએ કે,મહેશ ભટ્ટે 20 વર્ષની વયે લોરેન બ્રાઇટ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી લોરેને તેનું નામ બદલીને કિરણ ભટ્ટ રાખ્યું હતું. આ લગ્નથી તેમના બે બાળકો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ હતા, પરંતુ આ લગ્ન ટકી શક્યા નહીં. આ લગ્ન તૂટવાનું કારણ પરવીન બાબી અને મહેશ ભટ્ટનું અફેર હતું. પરંતુ પરવીન બાબીની માંદગીને કારણે મહેશ તેની પાસેથી અલગ થઈ ગયો અને તેની પત્ની પાસે પાછો ગયો.

Image source

કિરણ પાસે પરત ફર્યા પછી પણ બંને વચ્ચેના સંબંધો કડવા રહ્યા હતા, જેના પરિણામે મહેશ ભટ્ટે 1986માં સોની રાજદાન સાથે લગ્ન કર્યા હતા. સોની રાજદાન સાથે લગ્ન કર્યા બાદ તેમના ઘરે બે પુત્રી શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટનો જન્મ થયો હતો. આલિયા હવે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે.

જ્યારે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી ત્યારે મહેશ માત્ર 26 વર્ષનો હતો અને 1974 માં મંઝિલ ઓર ભી હૈ નામની ફિલ્મ બનાવી હતી. તેમની 1979ની ફિલ્મ લહુ કે દો રંગ, જેમાં એક્ટ્રેસ શબાના આઝમી અને વિનોદ ખન્ના નજરે આવ્યા હતા. આ ફિલ્મે 2 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.