મનોરંજન

મોડી રાત્રે માતા સાથે પાર્ટી કરતી જોવા મળી અલાયા, આવા અંદાજમાં બર્થ ડે સેલિબ્રેશન માટે પહોંચી અભિનેત્રી

મોડી રાત્રે માં-દીકરી ખુબ જ બોલ્ડ કપડાં પહેરીને પાર્ટી કરવા નીકળી… કોઈ કહે આ બોલિવુડની આ 51 વર્ષની હિરોઇન છે? જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી પૂજા બેદીની દીકરી અને અભિનેત્રી અલાયા એફે 28 નવેમ્બરના રોજ તેનો 24મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ દરમિયાન તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રેશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કે કેક કાપતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણે તેના મિત્રો માટે એક પાર્ટીનું આયોજન કર્યુ હતુ અને આ પાર્ટીમાં તેની માતા પૂજા બેદી પણ હાજર રહી હતી. અલાયાએ આ બર્થ ડે સેલિબ્રેશનમાં તેના ક્લોઝ ફ્રેન્ડ્સને બોલાવ્યા હતા.

આ પાર્ટીનો આરતી સિંહ પણ ભાગ રહી હતી. અલાયા અને પૂજા બેદી આ દરમિયાન ઘણા બોલ્ડ અંદાજમાં સ્પોટ થયા હતા. કેમેરા સામે પૂજા બેદી દીકરી અલાયા પર પ્રેમ લૂંટાવતી અને કિસ કરતી જોવા મળી હતી. આ દરમિયાન બધા આ મા-દીકરીને જ જોતા રહી ગયા હતા. તે બંનેના પાર્ટી લુકની ઘણી ચર્ચા થઇ રહી છે.

પૂજા બેેદીની ઉંમર 51 વર્ષ છે, ચાહકોનું માનવુ છે કે અલાયા ફેશન મામલે તેની માતા પર ગઇ છે.  પૂજા બેદીના પાર્ટી લુકની વાત કરીએ તો, તે હાઇ સ્લિટ ગાઉનમાં ખૂબસુરત લાગી રહી હતી. અલાયાની વાત કરીએ તો, તેણે ઓલ બ્લેક લુક કેરી કર્યો હતો.

તમને જણાવી દઇએ કે, અલાયા પૂજા બેદી અને ફરહાન ફર્નીચરવાલાની દીકરી છે. વર્ષ 2003માં તે બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.

ખાસ વાત એ હતી કે આ પાર્ટીમાં એશ્વર્ય ઠાકરે પણ પહોંચ્યો હતો. અલાયા અને એશ્વર્ય વચ્ચે લાંબા સમયથી ડેટિંગની ખબરો આવી રહી છે, જો કે, અલાયાનું કહેવુ છે કે તે બંને સારા મિત્રો છે. અલાયાની પાર્ટીમાં એશ્વર્ય ઠાકરે માતા સ્મિતા સાથે પહોંચ્યા હતા.

પૂજા બેદી અને સ્મિતા ઠાકરે ઘણા સમયથી એકબીજાને ઓળખે છે અને તેઓ ફેમિલી ફ્રેંડની જેમ છે. જણાવી દઇએ કે, એશ્વર્ય ઠાકરે શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેના પૌત્ર છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષે એશ્વર્ય ઠાકરેએ તેનો જન્મદિવસ દુબઇમાં સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં અલાયા પણ હાજર રહી હતી. તે બંનેએ ઘણુ એન્જોય કર્યુ હતુ અને તે બાદથી તે બંનેનું નામ એકબીજા સાથે જોડવામાં આવી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અલાયાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેણે ફિલ્મ “જવાની જાનેમન”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન અને તબ્બૂની દીકરી બની હતી.

 

View this post on Instagram

 

A post shared by ALAYA F (@alayaf)