પૂજા બત્રા સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે. બૉલીવુડ એક્ટ્રેસ પૂજા બત્રાએ હાલમાં જ એક કાર સાથેની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જોવા મળેલી કાર બેહદ ખાસ છે.
પૂજાએ એક બહેદ કાર સાથેની તસ્વીર શેર કરી છે. આ કારની ખાસ વાત એ છે કે, આ કાર હજુ સુધી ભારતમાં લોન્ચ કરવામાં આંથી આવી છતાં પણ પૂજા બત્રાએ ખરીદી છે. પૂજાએ જે કાર ખરીદી છે તે મોડેલ છે ટેસ્લા-3. જે સેડાન વેરિયન્ટમાં જબરદસ્ત કાર માનવામાં આવે છે. આ આ કારને ભારતમાં લોન્ચ થવામાં હજુ સમય લાગશે.
પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આતસ્વીર શેર કરી છે, જેમાં પૂજા બ્લેક કલરની ટેસ્લા-3 પાસે ઉભી છે. પૂજા આ તસ્વીરમાં મરૂન શર્ટ અને જીન્સમાં નજરે ચડે છે. પૂજાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, ‘લવ માય કાર’ આ તસ્વીર શેર થતા જ લોકો કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, ભારતમાં ટેસ્લા કારનું વેચાણ થતું નથી તેથી આ કાર કૈલિફોર્નિયામાંથી ખરીદી હોવાની શક્યતા છે. હાલમાં જ કંપની ટેસ્લા-3 મોડેલ ભારતમાં લોન્ચ કરવાની વિચારી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ભારતમાં લોકો ટેસ્લાની કાર ખરીદી શકે છે. ટેસ્લા-3ની કિંમતની વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કારની કિંમત 70 લાખથી વધુ છે.
પૂજા બત્રાએ આ વર્ષ જ સિક્રેટ સેરેમની દ્વારા નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે. લગ્નને લઈને નવાબે એક વાર કહ્યું હતું કે, ‘મેં તેને તેના પરિવાર સામે પ્રપોઝ કર્યું હતું, જેનો કોઈ પ્લાન બનાવવામાં નહોતો આવ્યો અને આ થઇ ગયું હતું. જયારે તમે જાણો છો કે, તે સાચો વ્યક્તિ છે તેઓ તમે તેની સાથે જિંદગી વિતાવવા માટે એક્સાઈટેડ હોય છે.’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.