દુર્ઘટના બાદ યાદશક્તિ ગુમાવી ચુકી હતી નચ બલિયે-9ની આ એક્ટ્રેસ, આવી રીતે જણાવ્યું તેનું દર્દ- જાણો વિગત

0

સ્ટાર પ્લસનો ફેમસ શો ‘ નચ બલિયે-9માં દર અઠવાડિયે કોઈને કોઈ ધમાલ મચતી હોય છે. નચ બલિયે-9ની જોડીઓ હંમશા તનતોડ મહેનત કરી એક-બીજાને પછાડવામાં જ લાગેલા હોય છે. પરંતુ થોડા દીવસ પહેલા નચ બલિયે-૯ ની કન્ટેસ્ટેન્ટ પૂજા બેનર્જી સાથે રિહર્સલ વખતે એક દુઃખદ ઘટના ઘટી ગઈ હતી.

 

View this post on Instagram

 

It’s a good day… #srilanka #beachbaby #waterbaby

A post shared by Pooja Sandeep Sejwal (@poojabanerjeee) on

પૂજા બેનર્જી ડાન્સનો રિયાલિટી શો ‘નચ બલિયે-9માં શામેલ થઇ હતી. પૂજા બેનર્જી રિહર્સલ કરતી વખતે ઈજાગ્રસ્ત થઇ હતી. આ દુર્ઘટનાને કારણે વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી મેળવનાર પૂજા બેનર્જી અને તેનો પતિ સંદીઓ સેજવાલને શોમાંથી બહાર થઇ જવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

Mr.Sengupta and Miss Basu 🤓#kasautizindagikay #anupam #niveditabasu

A post shared by Pooja Sandeep Sejwal (@poojabanerjeee) on

પરંતુ હાલમાં જ પૂજા બેનર્જી સાથે જોડાયેલી એક ખબર આવી છે કે એની આ દુર્ઘટનાને કારણે તેની યાદદાસ્ત ચાલી ગઈ હતી સાથે જ પૂજાએ ઘણા ફ્રેક્ચર્સ અને સર્જરી કરવી પડશે. હાલ તો પૂજાને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, શોમાં અત્યાર સુધીમાં ઘણા સ્પર્ધકોને ઈજા પહોંચી છે

આ વાતનો ખુલાસો પૂજાએ કર્યો હતો. પૂજાએ આગળ જણાવ્યું હતું કે, મને એવું લાગી રહ્યું હતું કે,આ દુર્ઘટના બાદ હું મારી યાદદાસ્ત ખોઈ ચુકી છું. મને ફક્ત એટલું જ યાદ છે કે, હું ફર્સ પર પડી હતી. એક સમયે તો મને એવું લાગી રહ્યું હતું કે, જ હું મરી રહી છું,એટલું દર્દ મને થતું હતું.

 

View this post on Instagram

 

Bolo Radhe Radhe 👗- @doreemumbai ear rings- @tandjboutique

A post shared by Pooja Sandeep Sejwal (@poojabanerjeee) on

સંદીપે (પૂજાનો પતિ)એ મને એક વિડીયો બતાવ્યો જેમાં હું નાચતા-નાચતા એક જ પળમાં પડી જાવ છું. આ જોવું મારા માટે ઘણું મુશ્કેલ હતું. કારણકે આજે પણ મને યાદ નથી. નીચે પડયા બાદ મને યાદ નથી કે, હું એમ્બ્યુલન્સથી હોસ્પિટલ કેવી રીતે પહોંચી. બાદમાં થોડું ભાન આવ્યું ત્યારે મારું માથું ફરી રહ્યું હોય તેવું લાગતું હતું.મને ખબર પડતી ના હતી કે મને શું થઇ થયું હતું તો મને ક્યાં લઇ જવામાં આવી રહી હતી.

હોસ્પિટલમાં મને પેઈન્ક્લિરની દવા આપ્યા બાદ મને થોડો હોંશ આવ્યો હતો. ત્યારે મને ફ્રેક્ચરને લઈને બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મારું સીટી સ્કેન થયું હતું. ડોક્ટરોના કહેવા અનુસાર આ દુર્ઘટના બહુ દર્દનાક હતી. તેથી મારી મેમરી બ્લોક થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

It’s all in the eyes they say.. Always in the eyes…. @lostboyjourney #kehnekohumsafarhain2 #bani

A post shared by Pooja Sandeep Sejwal (@poojabanerjeee) on

પૂજા આરામ દરમિયાન તેનું બ્લેન્કેટ પણ જાતે ઓઢી શકતી નથી. પૂજા વધુમાં કહે છે કે, તે આરામ પર છે. તેની તબિયતમાં ઘણો સુધાર છે, પરંતુ તેને મનમાં એક જ વિચાર આવે છે કે, આખરે તેની સાથે જ કેમ થયું? તેનો જવાબ શોધી રહી છે.

પૂજાએ તેની કરિયરની શરૂઆત ‘એમટીવી રોડીઝ’ થી કરી હતી. પૂજા સિરિયલ ‘કસોટી જિંદગી કી-2માં લીડ રોલ અનુરાગ બાસુની બેન નિવેદિતાના રોલથી ફેમસ થઇ છે. એમટીવીના ચર્ચિત શો રોડીઝ-8નો હિસ્સો રહી ચૂકેલી પૂજા ટીવી ઈન્ડસ્ટ્રીમાં બિકની ગર્લના નામથી જાણીતી છે.

તમને જણાવી દઈએ કે પૂજા પહેલી એવી કન્ટેસ્ટન્ટ નથી જેને નચ બલિયે 9 દરમિયાન ઈજા પહોંચી હોય. થોડાક દિવસ પહેલા ફૈઝલ ખાન પણ ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં ભરતી કરાયો હતો અને બાદમાં તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો.બિગબોસની ઈવેન્ટ દરમિયાન સલમાન ખાન કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો અને તેની સાથે અમીષા પટેલ, અર્જુન બીજલાની, સના ખાન અને પૂજા બેનર્જી જેવા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.