ખબર ફિલ્મી દુનિયા

કોઈ બોડી બિલ્ડર નહીં, અક્ષયની Ex ગર્લફ્રેન્ડનો પતિ છે એક્ટર, મસલ્સ એવી કે સલમાન ખાન પણ જોતો જ રહી ગયો

અક્ષયની એક્સ ગર્લફ્રેન્ડનો હસબન્ડ નવાબ શાહના આવા છે મસલ્સ, સલમાન ખાન પણ આ તસ્વીરો જોઈને શરમાઈ જશે

અક્ષય કુમારની પૂર્વ ગર્લફ્રેન્ડ પૂજા બત્રાએ ગયા વર્ષે 4 જુલાઈએ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્નના એક વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે પૂજા અને નવાબે સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીર શેર કરી છે. પૂજાએ લગ્નનો ફોટો શેર કરી લખ્યું હતું કે, આખી જિંદગી તમને ખુશહાલીનો ક્ષણ આપી શકે છે… હેપ્પી ફર્સ્ટ એનિવર્સરી. જણાવી દઈએ કે જુલાઈ 2019માં પૂજા બત્રાએ નવાબ શાહ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. હનીમૂનની તસવીરો સામે આવ્યા બાદ ખબર પડી કે પૂજા બત્રા અને નવાબ શાહ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Image source

નવાબ શાહે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સલમાન ખાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય નવાબ શાહે ‘ડોન 2’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને શાહરૂખ ખાનની ‘દિલવાલે’માં પણ કામ કર્યું છે. નવાબ શાહ તેમના મસ્કુલર બોડી માટે પણ જાણીતા છે. નવાબનું ગઠિલા શરીર એવું છે કે, સલમાન ખાન પણ તેને જોતો રહી ગયો હતો.

Image source

પૂજા પહેલા નવાબ શાહ ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક સાથે રિલેશનશિપમાં હતા. પરંતુ આ બંને 2016માં બ્રેકઅપ થઇ ગયું હતું. ખરેખર, કવિતાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો અને તેના પિતા ઇચ્છતા ન હતા કે તેની પુત્રી કોઈ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરે. આ કારણે તે બંનેએ તેની રિલેશનશિપ તોડી નાખી હતી.

Image source

કવિતા કૌશિકથી બ્રેકઅપ થયા બાદ પૂજા બત્રાથી નવાબ શાહની નિકટતા વધી હતી. નવાબે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અને પૂજા એક બીજાને પહેલાથી જાણતા હતા.

Image source

નવાબના કહેવા પ્રમાણે, પૂજા લોસ એન્જલસથી પરત આવી રહી હતી અને બંને ફક્ત એરપોર્ટ પર મળ્યા અને પછી વાત આગળ વધી હતી. આ પછી એક્ટરએ તેને તેના પરિવારની સામે પ્રપોઝ કર્યું.

Image source

બાદમાં બંનેએ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવારના બંને સભ્યો હાજર હતા. પૂજાએ જણાવ્યું હતું કે તેણે 4 જુલાઇએ દિલ્હીમાં આર્ય સમાજ પરંપરા સાથે લગ્ન કર્યા હતા, તેના એક અઠવાડિયા પછી, તેણે તેનું લગ્ન રજીસ્ટર્ડ કરાવ્યા હતા.

Image source

પૂજા બત્રાએ 2002માં વિદેશી વિકલાંગ સર્જન સોનુ આહલુવાલિયા સાથે પહેલા લગ્ન કર્યા હતા. જો કે, આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા અને 9 વર્ષ પછી 2011માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. લગ્ન પછી પૂજાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઈ હતી છતાં પણ તેનું લગ્નજીવન ટકી શક્યું નહીં.

Image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર પૂજા બત્રાના લગ્ન તૂટી જવા પાછળનું કારણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અક્ષય અને પૂજા ફિલ્મોમાં ડેબ્યૂ કરતા પહેલા તેમના મોડેલિંગના દિવસો દરમિયાન એકબીજાની ખૂબ નજીક હતા, પરંતુ અક્ષય સ્ટારડમ મળ્યા પછી બંનેએ બ્રેકઅપ કર્યું અને બંનેએ એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું હતું.

Image source

તે જ સમયે, પૂજાના પહેલા લગ્ન તૂટી જવાનું એક બીજું કારણ પણ કહેવામાં આવ્યું છે કે પૂજા અને તેના વિદેશી પતિ સોનુ વચ્ચેની તકરાર એટલા માટે આવી હતી કે સોનુ એક્ટ્રેસને માતા બનવાનું દબાણ કરી રહ્યું હતું, જ્યારે પૂજા માતા બનવા તૈયાર નહોતી. જો કે એક્ટ્રેસએ આ મામલે ક્યારેય ખુલ્લેઆમ કંઈ કહ્યું નહીં. 1993માં મિસ ઈન્ડિયા સેકન્ડ રનર-અપ રહી ચૂકેલી પૂજા બત્રાએ 1997માં વિરાસત ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

Image source

તે બાદ તે કહિં પ્યાર હો જાયે, જોડી નંબર વન અને નાયક જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તો નવાબ મુસાફિર, લક્ષ્ય, ડોન 2, ભાગ મિલ્ખા ભાગ અને દિલવાલે જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.