સારા હેલ્થ માટે આપણે સારી સારી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, તો આજે અમે તમારા હેલ્થને ધ્યાનમાં રાખીને એવી જ એક સરસ મઝાની વાનગી લઈને આવ્યા છે જે છે દાઢમ અને જામફળની સ્મૂદી. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક છે અને સ્વાદથી ભરપૂર. જેને બનાવવામાં માત્ર 5થી 15 મિનિટનો જ સમય લાગે છે. આ રેસિપી બે વ્યક્તિઓ લઇ શકે તે માટેની છે. ચાલો જોઈએ રેસીપી:

દાઢમ અને જામફળની સ્મૂદી બનાવવા માટેની સામગ્રી:
2 કપ જામફળ (કાપેલા)
1 કપ દાઢમ (દાણા કાઢેલા)
2 કપ દૂધ
2 ટી સ્પૂન મધ
2-4 પુદીનાના પાન
4-6 આઈસ ક્યુબ

દાઢમ અને જામફળની સ્મૂદી બનાવવાની રીત:
સૌથી પહેલા દાઢમ, જામફળ, દૂધ અને આઈસ ક્યુબને ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લેવું.
મિશ્રણને એક ગ્લાસમાં બહાર કાઢીને તેમાં મધ ઉમેરી લેવું.
તેને પુદીના દ્વારા સજાવી લેવી.
તૈયાર છે તમારી દાઢમ અને જામફળની સ્મૂદી.

આ રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેના કારણે અમે આવી જ ટેસ્ટી અને ચટપટી સ્વાસ્થ્યવર્ધક રેસિપી તમારા માટે લાવતા રહીશું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.