ખબર

ફક્ત 16,000 રૂપિયામાં તૈયાર કરી રોકેટ બાઈક, 2 કલાક ચાર્જ કરતા એટલા કિલોમીટર દોડશે – વાંચો પુરી સ્ટોરી

ભારતમાં આજકાલ ઇલેક્ટ્રિક કર અને બાઈકની એન્ટ્રી થઇ ચુકી છે. હાલમાં જ ભારતમાં ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવામાં આવ્યું હતું. તો હાલમાં જ ભારતમાં એક યુવકેઓછા પૈસામાં એક રોકેટ બાઈક બનાવ્યું છે. આ યુવકે અમેરિકાની એક કંપનીમાંથી પ્રેરણા લઇને આ રોકેટબાઈક બનાવ્યું છે. આ યુવકે દાવો કર્યો છે તેને ફક્ત ત્રણ દિવસમાં જ બાઈક તૈયાર કર્યું છે.

આ બાઈક જોવામાં ફ્યુચર બાઈક જેવી દેખાઈ છે. ગૌતમે આ બાઈક ફક્ત 16 હજાર રૂપિયામાં જ તૈયાર કરી છે. જાણકરી મુજબ આ બાઈકમાં 36 વોલ્ટની લિથિયમ બેટરી અને 360 વોટનો હબ મોટર લગાવવામાં આવી છે. આ બાઈકને ચાર્જ થવામાં 2 કલાક જેટલો સમય લાગે છે. બાઈક ફૂલ ચાર્જ થઇ ગયા બાદ 40 કિલોમીટર સુધુ ચાલશે.

આ બાઈકની ખાસ વાત તો એ છે કે,આ બાઈક નથી અવાજ કરતી કે નથી પ્રદુષણ ફેલાવતી. ત્યારે આ બાઈક કોઈ પણ રીતે પર્યાવરણને નુકસાન નહિ પહોંચાડે. આ બાઈક બનાવવા માટે તેને ઘરેથી કોઈ પણ પ્રકારની પૈસાની મદદ લીધી ના હતી. ગૌતમે તેની પોકેટમનીમાંથી જ આ બાઈક બનાવ્યું હતું.આ બાઈકના તમામ પાર્ટ્સ પોતે જ ડિઝાઇન કર્યા હતા.

ગૌતમે જણાવ્યું હતું કે તેને તેને બાળપણમાં જ સૌથી સસ્તું અને નાના માણસોને પરવડે તેવી બાઈક બનાવવાનું સ્વપ્નનું જોયું હતું. ગૌરવે ગાંધી ઇન્સ્ટિટ્યૂટમાંથી એમએસસીનો અભ્યાસ કર્યોછે. સાથે જ ગૌતમે જણાવ્યું હતું કે આ બાઈક તેને ભારતના રસ્તા જોઈને બનાવ્યું છે. આ બાઈક તૈયાર થઇ ગયા બાદ તેને 35 કિલોમીટર સુધી ચલાવ્યું હતું. આ બાઇકને વધુમાં વધુ 50 કિલોમીટર સુધી ચાલવી શકાય છે. રોકેટબાઇકના જકારને અમુક ઉધોગપતિ પણ મળી ચુક્યા ચછે. પરંતુ હજુ સુધી તેને કોઈને પણ કંઈ જવાબ આપ્યો નથી.


ગૌતમનું કહેવું છે કે, તેને સ્ટિયરિંગ લેસ કાર તે ભારતની પહેલી સ્ટિયરિંગ લેસ કાર કહેવામાં આવે છે. સાથે જ તેને રોકેટ બાઈક અને સ્ટિયરિંગ લેસ કારની પેટર્ન માટે પણ એપ્લાય કરી દે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks