ખેલ જગત દિલધડક સ્ટોરી મનોરંજન

હાર્દિક બનવાનો છે બાપ, આ ખબરને સાંભળીને પોલાર્ડે ખીલ્લી ઉડાવી કહ્યું – ‘આશા છે હવે તમે…’

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પિતા બનવાના છે અને આ વાતની જાણકારી એમને પોતાના સોશિયલ મીડિયા પર મંગેતર નતાશા સાથેની તસ્વીર શેર કરીને આપી છે. જણાવી દઈએ કે આ વર્ષે જ જાન્યુઆરીમાં હાર્દિકે નતાશા સ્ટેનકોવિક સાથે દુબઈમાં સગાઇ કરી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિકે આ વાતનો ખુલાસો કરતા જ તેમની તસ્વીર પર કોમેન્ટ કરીને તેમના ચાહકો અને સાથી ક્રિકેટરો એમને શુભકામનાઓ આપી રહયા છે, અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોમેન્ટ કરીને હાર્દિકને શુભકામનાઓ આપી હતી.

હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ સોશિયલ મીડિયા પર હાર્દિક અને નતાશા સાથેની તસ્વીર શેર કરીને બંનેને શુભકામનાઓ આપી છે. તેને લખ્યું છે શુભકામના હાર્દિક અને નતાશા, તમારા માટે હું ખૂબ ખુશ છું, નાના મહેમાનના સ્વાગત માટે હવે અમારાથી રાહ નથી જોવાતી.

 

View this post on Instagram

 

A post shared by Krunal Pandya (@krunalpandya_official) on

કૃણાલે ભાઈ હાર્દિકને શુભકામનાઓ આપી એ જોઈને વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ અને મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડી કેરોન પોલાર્ડે કૃણાલની મજાક ઉડાવી અને કોમેન્ટમાં લખ્યું – મને આશા છે કે હવે તમે પણ આ તરફ ધ્યાન આપશો. જણાવી દઈએ કે કૃણાલ પંડ્યાના લગ્ન ડિસેમ્બર 2017માં થયા હતા. જયારે હાર્દિકે હજુ આ વર્ષે જ જાન્યુઆરીમાં સગાઇ જ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

નોંધનીય છે કે નતાશા સ્ટેનકોવિક મૂળે સર્બિયાની રહેવાસી છે અને ભારત આવીને અભિનેત્રી તરીકે કામ કર્યું છે. એને ટેલિવિઝન સાથે જ ફિલ્મમાં પણ જોવા મળી છે. એ એક ડાન્સર અને મોડેલ પણ છે. તેને ફિલ્મ સત્યાગ્રહથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું પણ તેને બિગ બોસથી વધુ પ્રસિદ્ધિ મળી હતી. આ સિવાય તે બાદશાહના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.