અજબગજબ

મહિલાએ આપ્યો એક સાથે 6 બાળકને જન્મ…ડોકટરો પણ થઇ ગયા હતા ચકિત

મે 2019માં પોલેન્ડમાં એક અનોખી ઘટના ઘટી હતી, જેમાં એક 29 વર્ષીય મહિલાએ એક સાથે 6 બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં બે દીકરા અને ચાર દીકરીઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે પોલેન્ડમાં એક સાથે 6 બાળકોના જન્મની આ સૌપ્રથમ ઘટના હતી.

Image Source

ક્રાકોવ યુનિવર્સીટી હોસ્પિટલમાં એક મહિલાએ સિઝેરિયન દ્વારા ગર્ભાવસ્થાના 29મા અઠવાડિયે પોતાના છ બાળકોને જન્મ આપ્યો હતો અને અહેવાલો અનુસાર, એ સમયે બાળકો અને તેમની માતા બધા જ સ્વસ્થ હતા. દરેક બાળકનું વજન જન્મ સમયે આશરે 1-1 કિલોગ્રામ હોવાનું પણ રિપોર્ટ્સમાં જણાવાયું હતું.

Image Source

આ બાળકોના જન્મ પછી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે છ બાળકોના જન્મના કિસ્સામાં આ બાળકો ખૂબ જ સ્વસ્થ હતા પણ તેમના વધુ વિકાસ માટે તેમને ઇન્કયુબેટરમાં રાખવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકોને જન્મ આપીને તેમની માતા અને પિતા પણ ખૂબ જ ખુશ જણાતા હતા. જણાવી દઈએ કે આ મહિલાને પહેલેથી જ એક બે વર્ષનો દીકરો તો હતો જ અને આ બીજા 6 બાળકો સાથે તેમના કુલ 7 સંતાનો થઇ ચુક્યા છે.

જણાવી દઈએ કે ડોક્ટરોને આ મહિલાના પાંચ બાળકો થવાની આશંકા હતી, અને તેઓએ બાળકોના જન્મ સમયે પાંચ ટીમ અને પાંચ ઇન્ક્યુબેટર તૈયાર કર્યા હતા. પણ જયારે છઠ્ઠું બાળક પણ આવ્યું ત્યારે આ બધા જ સરપ્રાઈઝ થઇ ગયા હતા.

Image Source

એક આંતરરાષ્ટ્રીય ડેટા અનુસાર, અંદાજે 5 અબજમાં ભાગ્યે જ એક કિસ્સો એવો બને છે કે જેમાં નેચરલ પ્રેગ્નેન્સી દ્વારા છ બાળકો પેદા થાય છે. ડોકટરના જણાવ્યા અનુસાર, પોલેન્ડમાં આ પહેલો જ કિસ્સો હતો કે જેમાં એકસાથે છ બાળકોને એક મહિલાએ જન્મ આપ્યો હોય.

Image Source

એક 30-વર્ષીય દંપતી એક સાથે છ બાળકો સહીત એક 2 વર્ષીય દીકરાને ગણીને કુલ સાત બાળકોના માતાપિતા બની ગયા છે. જેના કારણે જ આ ઘટના આખી દુનિયામાં ચર્ચાનું કારણ બની હતી. સાથે જ પોલેન્ડના રાષ્ટ્રપતિએ પણ આ દંપતીને તેમના બાળકોના જન્મ પર અભિનંદન પાઠવ્યા હતા અને ડોક્ટરોના કામની પણ પ્રશંસા કરી હતી. સાથે જ ત્યાંની લોકલ ફૂટબોલ ટીમે આ બાળકોને આજીવન માટે ટિકિટ્સ મફત આપવાની ઓફર કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.