બળબળતા તડકાની અંદર વૃદ્ધ માણસ ઊંચકી રહ્યો હતો ભારે સામાન, ત્યારે જ પોલીસવાળાએ આવીને કર્યું એવું કે જોઈને કરશો સલામ

સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં માનવતા છતી થતી દેખાતી હોય છે. ઘણા લોકો રાહદારીઓની પણ મદદ કરતા હોય છે તો ઘણીવાર પોલીસકર્મીઓ પણ માનવતાની એવી મિસાલ રજૂ કરતા હોય છે જેને જોઈને તેમને પણ વંદન કરવાનું મન થાય, હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક પોલીસકર્મીની દરિયાદિલીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ રોડ પર ભારે સામાન લઈને આવ્યો અને પછી તેને એકલો ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ દરમિયાન ત્યાં હાજર બે પોલીસકર્મીઓએ આ જોયું અને તરત જ મદદ કરવા દોડી ગયા. બંને પોલીસકર્મીઓ વૃદ્ધને મદદ કરવા લાગ્યા. આ દરમિયાન અન્ય એક પોલીસકર્મીએ આ વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.

હવે આ વીડિયો યુપી પોલીસે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘માનવતા માટે આગળ આવવું. એક ગાડી ખેંચવા વાળા વૃદ્ધ વ્યક્તિ રોડ ઉપર ભારે સમાન સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો તો મહોબા પોલીસકર્મી તેમની મદદ માટે આગળ આવ્યા. એક સારા માણસ બનો, જો તમે કોઈને સંઘર્ષ કરતા જુઓ છો તો તેમની મદદ કરો.આ ઘટના યુપીના મહોબામાં બની છે અને પોલીસ દ્વારા આપવામાં આવેલી મદદ ઓનલાઇન લોકોના દિલ જીતી રહી છે.

આ વીડિયો ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. જેને લગભગ 10 હજાર કરતા વધુ વ્યુઝ મળ્યા, જ્યારે 250 થી વધુ રીટ્વીટ મળ્યા. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આવા પોલીસકર્મીઓને સલામ, જય હિંદ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘યુપી પોલીસ સારું કામ કરી રહી છે, પરંતુ ક્યારેક ઉપરથી દબાણમાં તેને બદનામ કરવાની ફરજ પડે છે. ખૂબ સરસ કામ.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. વાહ ઉત્તર પ્રદેશ પોલીસ.’

Niraj Patel