લવ જેહાદ: ડાકોરમાં પોલીસકર્મીની પુત્રીએ કર્યો આપઘાત, કૉલ-રેકોર્ડીંગથી સૌથી ચોંકાવનારો ખુલાસો થયો

દુઃખદ: ડાકોરના પોલીસ કર્મીની દીકરીએ કર્યો આપઘાત, અબ્દુલા અને મોહસીનની ધરપકડ કરી- જાણો સમગ્ર મામલો

Dakor Police Employee Daughter Suicide : ગુજરાતમાંથી ઘણીવાર આત્મહત્યાના બનાવો સામે આવે છે. કેટલીકવાર તો આવા કિસ્સામાં પ્રેમ પ્રકરણ અને કેટલીકવાર બ્લેકમેઇલિંગ કારણભૂત હોય છે. ત્યારે હાલમાં ખેડા જિલ્લામાંથી લવ જેહાદની એક સાથે બે ઘટના સામે આવી છે

અને યુવકના ત્રાસથી કંટાળીને બે યુવતીઓએ જીવન ટૂંકાવી લીધું છે. બે યુવતીઓ પૈકી એક યુવતીએ ગળેફાંસો ખાઈને તો એક યુવતીએ નહેરમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. ડાકોરમાં યુવકના માનસિક ત્રાસથી એક યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે અને આ યુવતુ ડાકોરના પોલીસકર્મીની યુવાન દીકરી છે.

File pic

ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ, ડાકોર પોલીસ લાઈનમાં રહેતા રણજીતસિંહ બારૈયા મૂળ મહીસાગર જીલ્લાના કંતાર ગામના છે. તેમની પુત્રી છેલ્લા ચાર વર્ષથી નડિયાદની એક કોલેજમાં બી.એસ.સી, નર્સીંગમાં અભ્યાસ કરતી હતી. રણજીતસિંહ 11 અને 12 મેના રોજ જ્યારે પરિવાર સાથે કુટુંબમાં લગ્ન પ્રસંગ હતો ત્યારે ગયા હતા,આ દરમિયાન તેમની દીકરીને પરીક્ષા હોવાને કારણે તે ઘરે જ હતી અને આ જ સમયે તેણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું.

આ બનાવની જાણ રણજીતસિંહને થતા જ તેઓ દોડી આવ્યા હતા. જો કે, દીકરીને એક યુવાન ફોન પર હેરાન કરતો હોવાનું સામે આવ્યુ હતુ. અબ્દુલા મોમીન નામનો યુવક મૃતકને સતત ત્રાસ આપતો હોવાનું સામે આવ્યુ હતું. યુવતીએ પ્રેમસંબંધ તોડી નાખતા તે ધમકી આપતો હતો અને આ વાત કોલ રોકોર્ડિંગ પરથી સામે આવી હતી. જે બાદ રણજીતસિંહે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી અબ્દુલ્લા મોમીનની ધરપકડ કરી છે.

File pic

તેમની વાતચીતમાં યુવક યુવતીને ધમકાવી રહ્યો હતો કે, તુ સ્કોપીયન કિંગ છોકરા સાથે વાતો કરે છે, અને મારી પાસે તારો વડતાલનો વીડિયો છે. તે કહી રહ્યો છે કે મેં પ્લાનીંગથી આ બધુ કર્યુ છે. તુ વાતો કરતી હતી તેનું શું, કેટલા સમયથી વાતો ચાલુ છે, તું મને એ છોકરા સાથે વાત કરાય તો તને છોડી દઈશ, કોલેજ તથા બધી બાજુથી તુ જઇશ. હું કોલેજમાં આવું છુ, કાલે પેપરના દિવસે આવીશે ધ્રુમીનીને કહીશ, કિષ્ના હાથ ઉંચા કરી દેશે, તારે છોકરા જોડે શું હતું? સાહેબોને કહી દઇશ અને તને રસ્ટ્રીકેટ કરાવી દઈશ, આજે રજા પાડું છું કે નહી?

તને બરબાદ કરીને છોડીશ, મારો ફોન એક રીંગમાં ઉઠાવી લેજે, રાજદિપને મેં મેસેજ કરેલ છે. તારા પપ્પાને પણ કરીશ, તું ડેટા ઓન ના કરતી, મારા દેખતા મરીજા. આ ઉપરાંત બીજી એક ઘટના કપડવંજની છે, જેમાં પણ યુવકના ત્રાસથી કંટાળી એક યુવતીએ નહેરમાં મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો છે. યુવતીના આપઘાત બાદ કપડવંજ રૂરલ પોલીસે આરોપી મોહસીન સૈયદની ધરપકડ અને કાર્યવાહી હાથ ધરી. આરોપી લગભગ એક અઠવાડિયાથી યુવતીને હેરાન કરતો હોવાનું અને પ્રેમ-સંબંધ રાખવા માટે સતત ત્રાસ આપતો હોવાનું પોલિસ તપાસમાં સામે આવ્યુ.

Shah Jina