Policeman Shot The Bride : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે, જેમાં ઘણા લોકોની હત્યા અંગત અદાવતમાં થઇ જતી હોય છે, તો ઘણાની પ્રેમ પ્રસંગોમાં પણ થતી હોવાનું સામે આવે છે. તો કેટલીકવાર પ્રેમી કે પ્રેમિકા પણ પોતાના પાર્ટનરની હત્યા કરી દેતા હોય છે. હાલ એવી જ એક ઘટનાએ ચકચારી મચાવી છે, જેમાં લગ્નના દિવસે બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગયેલી દુલ્હનને પ્રેમીએ ગોળી મારી દીધી
આ ઘટના સામે આવી છે બિહારના મુંગેરમાંથી. જ્યાં લગ્નની રાત્રે જ એક દુલ્હનને ગોળી મારી દેવામાં આવી હતી. યુવતી લગ્નની જાન આવતા પહેલા બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ રહી હતી. બ્યુટી પાર્લરમાં ઘૂસ્યા બાદ અચાનક એક યુવકે તેને ગોળી મારી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ કરનાર યુવક યુવતીનો પ્રેમી હતો. યુવતીને ગોળી માર્યા બાદ હુમલાખોરે પોતાને ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો અને ભાગી ગયો હતો.
હુમલો કરનાર યુવક બિહાર પોલીસનો સૈનિક છે અને પટનામાં પોસ્ટેડ હોવાનું કહેવાય છે. ગોળી છોકરીના ખભાના પાછળના ભાગે વાગી હતી અને જમણી બાજુની છાતીમાંથી નીકળી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને સદર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તબીબે પ્રાથમિક સારવાર બાદ તેને રીફર રીફર કરી હતી. આ દરમિયાન પ્રેમીએ પણ આપઘાત કરવાના ઇરાદે કાનપટ્ટી પર બંદૂક મૂકીને ફાયર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંદૂક નીચે પડી ગઈ.

આ દરમિયાન બ્યુટી પાર્લરના એક છોકરાએ ફાયરિંગ કરનાર યુવક અમન કુમારને પકડી લીધો, પરંતુ તે કોઈક રીતે તેની ચુંગાલમાંથી છટકીને ભાગી ગયો. મળતી માહિતી મુજબ, મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશપુર તારાપુર ડાયરામાં રહેતી એક યુવતીના લગ્ન રવિવારે રાત્રે થવાના હતા. યુવતી જાન આવતા પહેલા કસ્તુરબા વોટર વર્કસ સ્થિત જાવેદ હબીબ સલૂનમાં તૈયાર થવા ગઈ હતી.

રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રેમી અમન કુમાર બ્યુટીપાર્લરની અંદર ઘૂસી ગયો અને યુવતીને ગોળી મારી અને પોતાના પર પણ પિસ્તોલ તાકી. ગોળી ચલાવનાર યુવક મહેશપુર ગામના રહેવાસી બલરામ સિંહનો પુત્ર અમન કુમાર હોવાનું કહેવાય છે, જે પટનામાં બિહાર પોલીસમાં છે. યુવતીના પરિવારજનોના નિવેદન પર એફઆઈઆર નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ યુવતીની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.