વાહ…આવી માનવતાને ખરેખર સલામ છે…એક અબોલા જીવને બચાવવા માટે આ પોલીસકર્મીએ પોતાનો જીવ પણ લગાવી દીધો દાવ પર…વીડિયોએ જીત્યા દિલ..જુઓ

ઊંચા પોલ પર દોરાથી ફસાઈ ગયું બિચારું કબૂતર, જીવ બચાવવા માટે પોલીસકર્મીએ કર્યું એવું કામ કે જોઈને તમે પણ કરશો સલામ.. વાયરલ થયો વીડિયો

ઉત્તરાયણ નજીક આવી રહી છે અને ઘણા લોકોએ તો અત્યારથી જ પતંગની મજા માણવાની શરૂ પણ કરી દીધી છે. ત્યારે પતંગ ચગાવવા દરમિયાન પક્ષીઓને વધારે તકલીફ પડતી હોય છે. ઘણા પક્ષીઓ પતંગની દોરીથી વીંધાઈ જતા હોય છે. ત્યારે જીવદયા પ્રેમીઓ આ દિવસોમાં સતત કામ કરતા હોય છે અને આવા અબોલા જીવ બચાવતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક જીવદયા પ્રેમી પોલીસકર્મીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે દોરીથી એક મોટા પોલ પર ફસાઈ ગયેલા કબૂતરને બચાવવા માટે જે કામ કર્યું તે ખરેખર દિલ જીતી લેનારું હતું. આ ઘટનાનો વીડિયો કોઈએ બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો જેના બાદ તે વાયરલ થઇ ગયો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પોલીસકર્મી ઊંચા થાંભલા પર સડસડાટ ચઢી રહ્યો છે. થાંભલા પર એક કબૂતર દોરીથી ખરાબ રીતે ફસાઈ ગયું છે. થાંભલો પણ ઘણો ઊંચો અને ભયાનક છે. તે છતાં પોલીસકર્મી પોતાના જીવની ચિંતા કર્યા વગર કબૂતર જ્યાં ફસાયું છે ત્યાં પહોંચી જાય છે અને કબૂતરને તે દોરીમાંથી મુક્ત કરાવવાનો પ્રયત્ન કરે છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે પોલીસકર્મી મહા મુસીબતે તે કબૂતરને દોરીમાંથી મુક્ત કરે છે અને પછી ઉડાડી મૂકે છે. કબૂતર પણ દોરીના બંધનમાંથી મુક્ત થઈને ખુલ્લા આકાશમાં ઉડવા લાગે છે. ત્યારે આ વીડિયોને જોઈને લોકો પણ પોતાની જાતને પ્રતિભાવ આપવાથી રોકી શકતા નથી. ઘણા લોકો આ પોલીસકર્મીની પ્રસંશા પણ કરી રહ્યા છે અને આ કામ બદલ તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel