ખબર

સોશિયલ મીડિયા ઉપર પોલીસ કર્મીને માસ્ક ના પહેરવાના વાયરલ વીડિયોને લઈને વડોદરાના આ પોલીસ કર્મીને કરવામાં આવ્યો સસ્પેન્ડ

કોરોના વાયરસના કારણે માસ્ક જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે, ત્યારે આ દરમિયાન પોલીસ પણ માસ્ક પહેરવાને લઈને કડક બનતી જોવા મળે છે અને સામાન્ય માણસ પાસેથી દંડ પણ ફટકારે છે. માસ્ક ના પહેરેલા લોકો પાસેથી દંડ વસુલે છે. ત્યારે સામાન્ય માણસ પણ હવે જો પોલીસે માસ્ક ના પહેર્યું હોય તો તેનો વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે.

ગઈકાલે વડોદરામાંથી એક એવો જ વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક પોલીસકર્મી માસ્ક વગર ચાલુ બાઇકે ફોન ઉપર વાત કરતા કરતા જતા હતા, એ દરમિયાન બે યુવકો દ્વારા તેમનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લાખો લોકોએ વીડિયોને નિહાળ્યો હતો. ત્યારે હવે આ મામલામાં માસ્ક ના પહેરનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો આદેશ વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવ્યો છે.

આ ઘટનનો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નરે તપાસના પણ આદેશ આપ્યા હતા જેમાં આ પોલીસકર્મી વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો રમેશ ગોવિંગભાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના બાદ પોલીસ કમિશ્નરે તેમને સસ્પેન્ડ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)