ભડભડ સળગી રહેલી ગાડીની અંદર ફસાઈ ગયું શ્વાન, પછી આ પોલીસ વાળાએ પોતાના જીવ ઉપર રમીને જે કર્યું તે જોઈને તમે પણ સલામ કરશો

દુનિયાભરમાં ઘણી  અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે, ઘણા લોકો આવા અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે અને આવા અકસ્માતના વીડિયો પણ સામે આવતા રૂંવાડા ઉભા કરી દે છે. પરંતુ રોડ ઉપર જયારે અકસ્માત સર્જાય કે પછી વાહનમાં આગ લાગી જાય ત્યારે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે દોડતા હોય છે, પરંતુ જો તમે તમારા વાહનમાં મૂંગા જીવને લઈને જતા હોય તો ? શું તમે એની ચિંતા કરશો ?

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે જે રસ્તા ઉપર ભડભડ સળગી રહેલી ગાડીની અંદર આગ લાગી જાય છે અને ગાડીની અંદર એક પાલતુ શ્વાન ફસાઈ ગયું હોય છે. જે બહાર નીકળવા માટે તરફડીયા મારતું હોય છે. ત્યારે જ એક પોલીસકર્મી ત્યાં આવે છે અને તેના જીવ ઉપર રમીને શ્વાનનો જીવ બચાવે છે.

આ ઘટના 22 જાન્યુઆરીએ અમેરિકાના કોલોરાડોમાં બની હતી. જોકે હવે તેનો વીડિયો સામે આવ્યો છે. પોલીસકર્મી જ્યારે શ્વાનનો જીવ બચાવી રહ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના તેના બોડીકેમમાં કેદ થઈ ગઈ હતી. હવે જ્યારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ પોલીસકર્મીની બહાદુરીના વખાણ જ નથી કરી રહ્યા, પરંતુ પોલીસકર્મીને રિયલ હીરો પણ ગણાવી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રોડની બાજુમાં પાર્ક કરેલી એક કારમાં આગ લાગી છે અને કારની બારીઓમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. કારમાંથી ધુમાડો નીકળતો જોઈને હોબાળો મચી ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે કારની અંદર કોઈ ફસાઈ ગયું છે. પછી ડગ્લાસ કાઉન્ટી પોલીસ ઓફિસર માઈકલ ગ્રેગોરેક એક માણસનો અવાજ સાંભળે છે. તે વ્યક્તિ ચીસો પાડીને કહે છે કે તેનો શ્વાન કારની અંદર ફસાઈ ગયો છે.

આ પછી માઈકલ ગ્રેગોરેક કંઈપણ વિચાર્યા વગર પોતાની કારમાંથી નીચે ઉતરે છે અને તે સળગતી કાર તરફ દોડે છે. તે કારના કાચ તોડીને શ્વાનને શોધવા લાગે છે અને કોઈક રીતે સળગતી કારમાંથી તેનો જીવ બચાવવામાં સફળ થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શ્વાન કારમાંથી બહાર નીકળીને રાહતનો શ્વાસ લે છે. આ ઘટનાનો વીડિયો ડગ્લાસ કાઉન્ટી શેરિફ ઓફિસે તેના ફેસબુક પેજ પર શેર કર્યો છે.

Niraj Patel