કહેવાય છે કે મહેનતનું ફળ મીઠુ હોય છે. મહેનત ક્યારેય પણ બેકાર નથી જતી. વહેલા-મોડા પણ સકારાત્મક પરિણામ આપે છે. આ રીતની મહેનત કોન્સ્ટેબલ સુનીલ ઠાકુરની સામે આવી છે. સુનીલ ઠાકુર કરોડપતિ બની ગયા છે. ગામ બૈરી રજાદિયાના સુનીલ ઠાકુર 2016 બેચના કોન્સ્ટેબલ છે. બાળપણથી જ તેમના માથા પર ક્રિકેટનું જૂનુન સવાર હતુ. તેને લઇને તેઓએ ઘણીવાર ઓનલાઇન ક્રિકેટ લીગમાં દાવ લગાવ્યો હતો. પરંતુ આ વખતે તેમની સાથે તેમની કિસ્મત હતી. સુનીલનો દાવો છે કે લીગમાં તેમણે 1 કરોડ 15 લાખ રૂપિયાનું ઇનામ જીત્યુ હતુ.
આ મામલામાં વિશેષજ્ઞોની રાય એકદમ અલગ છે. તેમનું કહેવુ છે કે આ રીતની લીગમાં ઘણુ જોખમ હોય છે, એવામાં કોઇ પણ વ્યક્તિને ભારે નુકશાન ઉઠાવવું પડી શકે છે. સુનીલનું કહેવુ છે કે તેમને પોતાને વિશ્વાસ નથી થઇ રહ્યો કે સાચે આવું થયુ છે. સુનીલ અનુસાર, તેમણે એક ટીમ બનાવી 2 કંટેસ્ટમાં ભાગ લીધો. પૂરી મેચ જોવા તો ન મળી પરંતુ તેણે મોબાઇલ પર નજર બનાવી રાખી. જેવું જ તેનું નામ પહેલા નંબર પર આવ્યુ તો તેમને વિશ્વાસ ન થયો કે તેમણે 1 કરોડ 15 લાખ રૂપિયા જીત્યા છે.
સુનીલનું કહેવુ છે કે તેઓ આ પૈસાને પોતાના અને પરિવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ખર્ચ કરશે. બિલાસપુર જિલ્લાના ઘુમરવીન પોલીસ સ્ટેશન હેઠળ તૈનાત કોન્સ્ટેબલ સુનીલ ઠાકુર ઓનલાઈન ફેન્ટસી ક્રિકેટ લીગમાં કરોડપતિ બની ગયો છે. સુનીલ ઠાકુરનું કરોડપતિ બનવાનું સપનું ત્રણ વર્ષ પછી સાકાર થયું છે, જે કોઈ સપનાથી ઓછું નથી. જોકે સુનીલ ઠાકુરે પણ કોરોનાને કારણે આ ફેન્ટસી લીગ રમવાનું બંધ કરી દીધું હતું.
સુનીલ ઠાકુર એ દિવસે પોતાની ટીમ બનાવતા હતા જ્યારે ભારતની મેચ હોય. જેના કારણે તે હવે આ પ્રયાસ દ્વારા વિજેતા બની ગયો છે. જેના કારણે સુનીલ ઠાકુર પણ ઘણા ખુશ છે. બીજી તરફ, આ પહેલા પણ બિલાસપુરના પોલીસ કર્મચારીઓ આ ઓનલાઈન ક્રિકેટ લીગમાં લાખો રૂપિયા જીતી ચૂક્યા છે. જ્યારે હવે સુનીલ ઠાકુર લાખોના વિજેતા બની ગયા છે. આ મામલો જુલાઇ 2021નો જાણવા મળી રહ્યો છે.