જયારે પોલિસવાળાએ ‘કુમકુમ ભાગ્ય’ની આ અભિનેત્રીથી કરી હતી આવી શરમજનક ડિમાંડ, પછી આવી રીતે ખુલી તેની પોલ
આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જયાં કોઇ પણ પળમાં ફેમસ થઇ જવાય છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની તસવીરો અને વીડિયો તો પોસ્ટ કરે છે પરંતુ પોતાના દિલની વાત પણ પણ એકબીજા સાથે શેર કરે છે. કેટલીક વાર લોકો તેના કારણે મુસીબતમાં પણ આવી જાય છે. આ એક એવું પ્લેટફોર્મ છે, જયાં લોકોને ફેમસ થવા અને ટ્રોલ થવા માટે લગભગ એક પળ જેટલો જ સમય લાગે છે. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)
કંઇક આવું જ ધારાવાહિક “કુમકુમ ભાગ્ય”ની અભિનેત્રી શિખા સિંહ સાથે થયુ. જયારે એક પોલિસવાળાએ તેની પાસે સોશિયલ મીડિયા પર તેની એક એવી તસવીરની માંગ કરી, જેને સાંભળી તેને ઘણી શરમ આવી ગઇ હતી. શિખા સિંહે વર્ષ 2018માં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેના માટે તેની ખૂબ પ્રશંસા થઇ હતી. પરંતુ આ વચ્ચે શિખાનું ધ્યાન એક કમેન્ટ પર ગયુ જે જગદીશ ગુંજેએ કરી હતી.
તેણે લખ્યુ હતુુ, ખૂબસુરત તસવીર પરંતુ પ્લીઝ નવા વર્ષની ગિફ્ટ તરીકે કંઇક બિકી અને માઇક્રો મિની વાળી તસવીરો શેર કરો. બસ પછી શું થવાનું હતુ, તે બાદ તો શિખા ભડકી પરંતુ તેનો ગુસ્સો સાતમા આસમાન પર ત્યારે પહોંચ્યો જયારે તેને એક મિત્રએ જણાવ્યુ કે, તે એક પોલિસ ઓફિસર છે.
પોલિસ ઓફિસરની કરતૂત બધાને બતાવવા માટે શિખાએ જગદીશની કમેન્ટ અને તેની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ લઇ સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે, લોકો તમારા સુધી પહોંચી શકતા નથી એનો મતલબ એ નથી કે ગાલી ગલોચ નથી કરી શકતા. જબરદસ્તી બેઇજ્જતી અને દિલ દુખાવવાવાળા શબ્દો, તમે બચીને ભાગી નથી શકતા જગદીશ ગુંજે જી. શરમ આવવી જોઇએ.
View this post on Instagram