ફક્ત 300 રૂપિયાને લઈને થયેલા વિવાદના કારણે સસરો વિફર્યો અને પોલીસ ઉપર ધડાધડ 45 રાઉન્ડ કર્યું ફાયરિંગ, જુઓ સમગ્ર મામલો

દેશભરમાં પારિવારિક વિવાદને લઈને ઘણીવાર ખુબ જ મોટી માથાકૂટ થઇ જતી હોય છે, ઘણીવાર પરિવારમાં જ સદસ્યો વચ્ચે એવો ઝઘડો થાય છે જે મારામારીમાં પણ ફેરવાઈ જાય છે અને આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી જાય છે. તો ઘણીવાર કોઈની હત્યા પણ કરી દેવામાં આવે છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેને ચકચારી મચાવી દીધી છે.

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના શ્યામનગરમાં રવિવારે બપોરે ઘરેલું વિવાદમાં એક વૃદ્ધે હંગામો મચાવ્યો હતો. હકીકતમાં વૃદ્ધનો તેની વહુ સાથે 300 રૂપિયાને લઈને ઝઘડો થયો હતો. વિવાદ બાદ નારાજ સસરાએ 3 કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. વૃદ્ધ સસરાએ પત્ની, પુત્ર અને પુત્રવધૂને રૂમમાં બંધ કરી દીધા હતા. આ પછી તેણે ત્રણેયને સળગાવી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું. તેનાથી ગભરાયેલી પુત્રવધૂએ કાનપુરની ચકેરી પોલીસને જાણ કરી. માહિતી મળતા જ એક કોન્સ્ટેબલ અને કેટલાક જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ત્યારે વૃદ્ધ સસરા પોલીસને તેના ઘરમાં જોઈને ચોંકી ગયા. તે ઘરની છત પર ચઢી ગયો અને તેની લાયસન્સવાળી ડબલ બેરલ ગન વડે પોલીસ પર ગોળીબાર કર્યો. ગોળી વાગવાના કારણે કોન્સ્ટેબલ અને બે જવાન ઘાયલ થયા હતા. લગભગ ત્રણ કલાક બાદ ડીસીપી ઈસ્ટ પ્રમોદ કુમાર, એસીપી કેન્ટ મૃગાંક શેખર પાઠક, એડીસીપી રાહુલ મીઠા અને છ પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

જણાવવામાં આવ્યું છે કે શ્યામ નગર સી બ્લોકના રહેવાસી 60 વર્ષીય આરકે દુબે સ્ટોક માર્કેટમાં કામ કરે છે. વૃદ્ધ તેની પત્ની કિરણ દુબે, મોટો પુત્ર સિદ્ધાર્થ, પુત્રવધૂ ભાવના અને દિવ્યાંગ પુત્રી ચાંદની સાથે રહે છે, જ્યારે નાનો પુત્ર રાહુલ અને પુત્રવધૂ જોયશ્રી અલગ રહે છે. નાની પુત્રવધૂ જોયશ્રીના કહેવા પ્રમાણે, સસરા માનસિક બિમારીથી પીડિત છે.

રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આરકે દુબેનો પુત્રવધૂ ભાવના સાથે પૈસા બાબતે ઝઘડો થયો હતો. માર મારતા વૃદ્ધે પત્ની, પુત્રવધૂ અને પુત્રને રૂમમાં બંધ કરી દીધા હતા. આરોપ છે કે વડીલે આખા ઘરને સળગાવી દેવાની ધમકી આપી હતી. આ સાંભળીને રૂમમાં બંધ પુત્રવધૂ ભાવનાએ પોલીસને જાણ કરી હતી. પોલીસને ફોન પર કહ્યું કે, અમને બચાવો નહીંતર અમારા સસરા મારી નાખશે.

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોઈને વૃદ્ધનો પારો વધુ ઉંચો થઈ ગયો હતો. બૂમો પાડીને વૃદ્ધ વ્યક્તિ ઘરમાં રાખેલી ડબલ બેરલ બંદૂક લઈને આવ્યો અને પોલીસ પર ગોળીબાર કર્યો. ઇન્સ્પેક્ટર વિનીત ત્યાગી અને બે કોન્સ્ટેબલ ગોળીબારીને કારણે ઘાયલ થયા હતા. વૃદ્ધે લગભગ ત્રણ કલાકમાં 45 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ડીસીપી ઈસ્ટ પ્રમોદ કુમારે લાઉડસ્પીકરની મદદથી વૃદ્ધને સમજાવવાનો પ્રયાસ કર્યો, જવાબમાં વૃદ્ધે ડીસીપીને કહ્યું કે, ઈન્સ્પેક્ટર મારા ઘરે કેવી રીતે આવ્યા ? જ્યાં સુધી તેને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ફાયરિંગ ચાલુ રહેશે. આના પર ડીસીપીએ વૃદ્ધને બતાવવા માટે ટાઈપ કરેલો સસ્પેન્શન લેટર માંગ્યો અને તેને વડીલના વોટ્સએપ નંબર પર મોકલ્યો. ત્યારબાદ વૃદ્ધે ગોળીબાર બંધ કરી દીધો હતો. આ પછી પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી હતી. પોલીસે પરિવારને પણ સુરક્ષિત બચાવી લીધો હતો.

Niraj Patel