હોશિયાર આફતાબ પુનાવાલાએ અહીંયા ફેંક્યુ હતુ શ્રદ્ધાનું માથુ ! આફતાબે જણાવ્યું નવું રહસ્ય, પોલીસ દોડતી થઇ ગઈ

શ્રદ્ધા હત્યા કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. રીપોર્ટ્સ અનુસાર, દિલ્લી પોલિસને આફતાબે જણાવ્યુ કે, તેણે શ્રદ્ધાનું માથુ દિલ્લીના એક તળાવમાં ફેંક્યુ હતુ, તે બાદ દિલ્લી પોલિસ રવિવાર સાંજે છતરપુર જિલ્લાના મેદાન ગઢી પહોંચી અને ત્યાં એક તળાવ ખાલી કરાવ્યુ. ગોતાખોરોને પણ બોલાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો અનુસાર, ગઇકાલે પોલિસ આફતાબને ત્યાં લઇ ગઇ હતી અને તેણે કબૂલ્યુ હતુ કે શ્રદ્ધાનું માથુ તેણે અહીં જ ફેક્યુ હતુ. મર્ડર વેપન પણ ગાયબ છે.

પોલિસે છતરપુર જિલ્લાના મહરૌલી જંગલથી અત્યાર સુધી 17 હાડકા જપ્ત કર્યા છે, તેને તપાસ માટે મોકલ્યા છે. સોમવારે એટલે કે આજે આફતાબનો નાર્કો ટેસ્ટ થવાનો છે. પોલિસે તેના માટે 40 સવાલોની લિસ્ટ પણ તૈયાર કરી છે. આ પહેલા દિલ્લી પોલિસ શ્રધ્ધાની હત્યાના સીનને રિક્રિએટ કરવા માટે સવારે આફતાબના ઘરે પહોંચી હતી. શનિવાર રોજ દિલ્લી પોલિસના હાથે 18 ઓક્ટોબરના રોજના CCTV ફુટેજ પણ લાગ્યા હતા, જેમાં સવારે ચાર વાગ્યે આફતાબ બેગ લઇ જતો જોવા મળે છે.

પોલિસને શક છે કે તે શ્રદ્ધાની બોડીના ટુકડા ફેંકવા ગયો હતો. આ ઉપરાંત દિલ્લી પોલિસે મહરૌલી વાળા ફ્લેટથી ઘણા કપડા પણ જપ્ત કર્યા છે, જેમાં શ્રદ્ધાના કપડા પણ સામેલ છે. શ્રદ્ધા હત્યા કેસમાં પોલિસ આફતાબ વિરૂદ્ધ સબૂત એકઠા કરવામાં લાગી છે. પોલીસને અત્યાર સુધીમાં જે 17 હાડકાના ટુકડા મળ્યા છે તે ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર આ હાડકાં મનુષ્યના છે. પોલિસને અત્યાર સુધી થાઇ બોન, રેડિયસ ઉલના જેવા હાડકા મળ્યા છે,

જે કોઇ માણસના જાંઘ અને કલાઇના હાડકા કહેવાય છે. નાર્કો ટેસ્ટને લઇને પોલીસને આશા છે કે ઘણું સત્ય બહાર આવશે, જે કેસ ઉકેલવામાં ઘણુ કામ આવશે. જો કે અત્યાર સુધી તે પોલીસને સતત ગેરમાર્ગે દોરતો રહ્યો છે. અત્યાર સુધી પોલીસ આફતાબના પરિવાર વિશે પણ જાણ થઇ નથી. આફતાબ તેના પરિવાર સાથે મુંબઈ નજીક વસઈમાં રહેતો હતો. જ્યારે શ્રદ્ધાના પિતાએ પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ જ આફતાબના પરિવારજનોએ તેમનું સરનામું બદલી નાખ્યું હતું.

18 ઓક્ટોબરના CCTV ફુટેજમાં બેગ સાથે આફતાબ

પોલીસ હવે તેના પરિવારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આફતાબે 18 મે 2022ના રોજ રાત્રે 10 વાગ્યે શ્રદ્ધાની હત્યા કરી હતી. બાદમાં તેના મૃતદેહના 35 ટુકડા કરી મોટા ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. ધીમે ધીમે તે આ ટુકડાઓ એક પછી એક મેહરૌલીના જંગલમાં ફેંકતો રહ્યો. પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી. હાલ તે રિમાન્ડ પર છે.

Shah Jina