સોશિયલ મીડિયા અને સમાચારમાં અકસ્માતના ઘણા સમાચાર જોવા મળે છે, ઘણા અકસ્માત ખુબ જ કમકમાટી ભર્યા પણ હોય છે ત્યારે સીવની જિલ્લાના બંડોલા પોલીસ સ્ટેશનમાં આવતા પૌડી ગામમાં શુક્રવાર અને શનિવાર દરમિયાન એક દર્દનાક ઘટના બની.

આ દર્દનાક ઘટનામાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નિલેશ પરતેતિ (40 વર્ષ) અને રક્ષક ચંદકુમાર ચૌધરી (38 વર્ષ) સમેત સ્કોર્પિયો કાર પાણીથી ભરેલા ઊંડા કુવામાં જઈને પડી, જેમાં બંનેના દુઃખદ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર સ્કોર્પિયો કાર રોડની બાજુમાં આવેલા ખેતરમાં લાગેલા ટ્રાન્સફોર્મર સાથે ટકરાઈ અને અનિયંત્રિત થઈને પાસેના એક કુવામાં જઈને પડી. આ દુર્ઘટનાની અંદર ગાડીમાં સવાર પોલીસ નિરીક્ષક નિલેશ અને વાહન ચાલક રહેલા આરક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

એસપી કુમાર પ્રતીકે આ દુર્ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ પોલીસ પ્રસાશન દ્વારા બંને મૃતકના પરિવારજનોને એક એક લાખ રૂપિયાની આર્થિક સહાયતા પણ આપી હતી. સાથે જ છપરા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નિલેશના શબને છીંદવાડા પહોચવવાની પણ વ્યવસ્થા કરી હતી, કારણ કે તેમના પરિવારજનો તેમનો અંતિમ સંસ્કાર છીંદવાડામાં કરવા ઇચ્છતા હતા.
જાણકારી પ્રમાણે સ્કોર્પિયોમાં બેઠેલા સ્ટેશન ઇન્ચાર્જ અને આરક્ષક રાત્રે કન્હીવાડા ક્ષેત્રથી કલારબાંકી-બંડોલ થઈને પોલીસ સ્ટેશન છપરા આવી રહ્યા હતા. કલારબાંકી-બંડોલ વચ્ચે પૌડી ગામની નજીક રોડના કિનારે આવેલા ખેતરમાં લાગેલા ટ્રાન્સફોર્મરથી ટકરાઈને કાર અનિયંત્રિત થઈને પાસે ના જ કુવામાં જઈને પડી ગઈ.

27 ફેબ્રુઆરી શનિવારની સવારે ખેતરમાં પહોંચેલા ગામના લોકોએ દુર્ઘટનાના નિશાન અને કુવામાં સ્કોર્પિયો પડેલી જોઈ અને તરત જ પોલીસને સૂચના આપી દીધી. પોલીસને સૂચના મળવા ઉપર બંડોલ પોલીસ સ્ટેશન સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
શબ અને દુર્ઘટનાગ્રસ્ત સ્કોર્પિયોને કુવામાંથી કાઢીને શબને જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવમાં આવ્યા.