આખા ગુજરાતમાં અત્યારે ભારે વરસાદનો માહોલ છે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ પાણી ભરાઈ જવાની સ્થિતિ બની રહી છે. સરદાર સરોવર ડેમમાંથી પણ પાણી છોડવાના આદેશ સાથે સરકાર દ્વારા નર્મદાના કાંઠે વસતા લોકોને સ્થળાંતર કરાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારે પાણી છોડાયા બાદ ભરૂચ જિલ્લાનું જરસાડ ગામ વરસાદના કારણે સંપર્ક વિહોણું બનતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

નર્મદામાં પાણી છોડતા કાંઠાના ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, એ સમયે ત્યાં રેસ્ક્યુ ટિમો હાજર ન હતી. જેથી સ્થાનિક પોલીસ જવાનોએ હિંમત દાખવીને પૂરના પાણીમાં ફસાયેલા 30 જેટલા લોકોને બચાવ્યા હતા. રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI જયદિપસિંહ જાદવે પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કરીને બહાર કાઢયા હતા. જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહીત 30 જેટલા લોકોને નદીમાં આવેલા પૂરના પાણીમાંથી સહી સલામત બહાર કાઢ્યા હતા.

PSI જયદિપસિંહ જાદવે ભારે વરસાદમાં પાણીમાં દોરડું બાંધીને લોકોને બહાર કાઢયા હતા, ત્યારે નાના બાળકોને તેમણે ઊંચકી લીધા હતા. PSI જયદિપસિંહ જાદવના આ પરાક્રમનો સ્થાનિકોએ મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમના આ સાહસભર્યા કામ બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.
આ પહેલીવાર નથી કે ગુજરાતના પોલીસકર્મીઓએ આવું પરાક્રમ કર્યું હોય, આ પહેલા પણ બે પોલીસકર્મીઓએ આવી બહાદુરી બતાવી હતી. તેમના આવા કામને કારણે તેઓ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks