દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

પોલીસને ગાળો આપતા પહેલાં વડોદરાનો આ કિસ્સો વાંચો લો, ગર્વથી છાતી ફુલાઈ જશે એની ગેરંટી

વડોદરા પોલીસે માનવતાની મહેક પ્રસરાવે એવું કામ કર્યું છે. હંમેશાં કાયદાના દાયરામાં રહેતા પોલીસવાળાનો માનવીય ચહેરો પણ જોવા મળી રહ્યો છે. વડોદરામાં એક પતિએ પત્નીની હત્યા કરી હતી અને ત્યારબાદ વડોદરા પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી જેલમાં નાંખ્યો હતો.

ગયા વર્ષે જાન્યુઆરીમાં ગુજરાતના વડોદરામાં કંકુની હત્યા કરવામાં આવી હતી. તેના દીકરા નાના ભાવેશને કોઈ જાણ ન હતી કે તેના પિતાએ જ તેની માતાનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પોલીસે ભાવેશના પિતા ભરત દેવીપૂજકની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. માતાનું અવસાન અને પિતા જેલમાં જતા 8 વર્ષના ભાવેશનું આ દુનિયામાં કોઈ જ બચ્યું ન હતું. આખરે પોલીસકર્મીઓએ ભાવેશને સહારો આપ્યો અને તેની સંભાળ લેવાની જવાબદારી લીધી.

Image Source

સહાયક પોલીસ કમિશનર (ઇ ડિવિઝન) એસ.જી. પાટિલે જણાવ્યું હતું કે તેના પિતા જેલમાં હોવાના કારણે ભાવેશની સંભાળ લેવા માટે કોઈ હતું. તેની કાકીએ તેને પાસે રાખવાનો ઇન્કાર કરી દીધો. અમે બાળકને એકલા છોડી શક્યા નહીં. અમે તેના ભવિષ્ય વિશે ચિંતિત હતા, તેથી અમે જાતે જ તેના વાલી બનવાનું નક્કી કર્યું.

એસ.જી. પાટિલે પોલીસ સ્ટેશનમાં જ પોતાની ચેમ્બરની બાજુના રૂમમાં ભાવેશના ઊંઘવા માટે એક બેડ લગાવડાવી દીધો. સાથે જ બાળકના અભ્યાસ પર કોઈ અસર ન થાય એ માટે પુસ્તકોની પણ વ્યવસ્થા કરી દીધી. સાથે જ ભાવેશના ખાવાપીવાની પણ વ્યવસ્થા કરી દીધી.

આ રૂમમાં એક મહિલા પોલીસ ભાવેશ માટે ઘરેથી નાસ્તો લાવે છે, સવારે મહિલા પોલીસ આવીને ભાવેશને ઉઠાડે છે અને તેને નાસ્તો કરાવે છે, તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે અને પછી પોલીસકર્મીઓ પોલીસની ગાડીમાં જ ભાવેશને સ્કૂલે મુકવા જાય છે અને લેવા જાય છે.

Image Source

જોતજોતામાં જ ભાવેશ વડોદરા પોલીસનો લાડલો બની ગયો. ભાવેશને ખુશ રાખવા માટે પોલીસ કર્મીઓ ફળો, ચોકલેટ અને અન્ય ગેમ્સ પણ લઈને આવે છે જેથી તે ખુશ રહે. પાનીગેટ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમને આશા છે કે એકવાર તે શાળાએ જઇને તેના મિત્રોને મળવાનું શરૂ કરશે, તો તેનું જીવન ફરીથી સામાન્ય થઈ જશે. તેમણે કહ્યું કે ભાવેશ અભ્યાસમાં પણ સારો છે અને તેમને આશા છે કે તે વધુ સારો બનશે.

એસ.જી. પાટિલે અને અન્ય કેટલાક પોલીસકર્મીઓએ ભાવેશના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે. એસ.જી. પાટિલે કહ્યું હતું કે જો ભાવેશને અહીં અનુકૂળ પડતું નહીં હોય તો તેઓ ભાવેશને બાળકોની હોસ્ટેલમાં શિફ્ટ કરશે, પરંતુ તે હંમેશા ભાવેશના વાલી રહેશે.

Image Source

ભાવેશ તેના પિતા સાથે એક રૂમમાં મકાનમાં રહેતો હતો. ભાવેશના પિતા જૂના શહેરમાં એક દુકાનમાં મજૂર તરીકે કામ કરતા હતા. પોલીસે જણાવ્યું હતું કે સરકારની યોજના હેઠળ સસ્તું ઘર જે મળ્યું હતું એ વેચી નાખવા બદલ કંકુ ભરત પર ગુસ્સે હતી અને એ જ ગુસ્સમાં ભરતે કંકુની ગાળું દબાવીને હત્યા કરી દીધી હતી, અને આખી રાત એ જ રૂમમાં રહ્યો હતો. બીજા દિવસે સવારે તેને પોલીસને જઈને ફરિયાદ કરી હતી કે તેને તેની પત્ની પથારીમાં મરેલી હાલતમાં મળી. પોલીસે જયારે આ ગુનાની તાપસ કરી ત્યારે તેમને ખબર પડી કે ભાવેશના પિતાએ જ ભાવેશની માતાની હત્યા કરી હતી. આ પછી પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

24 કલાક લોકોની રક્ષા માટે ખાડે પગે રહેનાર પોલીસનો આ ચહેરો બધાને જ પસંદ આવી રહ્યો છે. ભાવેશ માટે પોલીસ સ્ટેશન જ ઘર બની ગયું છે, જ્યા ભાવેશને ખુશ રાખવા માટે પોલીસ પોતાના કામમાંથી સમય કાઢે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.