લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના બેલ્લારીમાં પોલીસે 5.60 કરોડ રૂપિયા રોકડા, 3 કિલો સોનું, 103 કિલો જ્વેલરી અને 68 ચાંદીની લગડીઓ જપ્ત કરી છે. પોલીસે બેલ્લારીના બ્રુસ ટાઉનમાં દરોડો પાડ્યો હતો. આ રકમ કંબલી બજારમાં હેમા જ્વેલર્સના માલિક નરેશના ઘરેથી મળી આવી છે અને આરોપી નરેશને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરાઇ છે. બેલ્લારીના એસપીના જણાવ્યા અનુસાર આ પૈસા નરેશ સોનીના છે. કુલ 5 કરોડ 60 લાખ રોકડ, 68 ચાંદીની લગડી, 103 કિલો ચાંદીના દાગીના અને 3 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
પોલીસે કહ્યું કે અમને આનાથી સંબંધિત કોઈ માન્ય દસ્તાવેજ મળ્યા નથી. પોલીસને હવાલા વ્યવહારની શંકા છે અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. વાસ્તવમાં બાતમીના આધારે પોલીસે રવિવારે જ્વેલરી શોપના માલિકના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે 5.60 કરોડ રૂપિયા રોકડા, ત્રણ કિલો સોનું, 100 કિલોથી વધુ ચાંદીના દાગીના અને 68 ચાંદીના બિસ્કિટ જપ્ત કર્યા હતા. તેની કુલ કિંમત 7.60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે આ સંદર્ભમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આરોપી નરેશ જ્વેલરીની દુકાન ચલાવે છે. પોલીસે તેના ઘરેથી મોટી રકમ રોકડ અને દાગીના જપ્ત કર્યા છે. પોલીસે આરોપી નરેશને કસ્ટડીમાં લીધો છે. દુકાનદારને પૂછપરછ માટે આવકવેરા વિભાગમાં મોકલવામાં આવશે. જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ કર્ણાટકના મૈસુર ગ્રામણી જિલ્લાના ચામરાજનગર લોકસભા ક્ષેત્રથી આબકારી વિભાગે 98.52 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો.
આવકવેરા વિભાગ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) એ 3.53 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી હતી. ચૂંટણી પંચે આ માહિતી આપી હતી. તપાસ દરમિયાન કલબુર્ગી જિલ્લાના ગુલબર્ગા લોકસભા મતવિસ્તારમાંથી 35 લાખ રૂપિયા અને ઉડુપી-ચિક્કમંગલુરુ મતવિસ્તારમાંથી 45 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
#WATCH | Ballari, Karnataka: Police seized Rs 5.60 crore in cash, 3 kg of gold, and 103 kg of silver jewellery with 68 silver bars. One person has been taken into custody and is being interrogated. Further details awaited: Police pic.twitter.com/PcT4rYtxMm
— ANI (@ANI) April 8, 2024