શ્રદ્ધાના 35 ટુકડા કરનારા આફતાબે આપ્યો પોલીસના સવાલનો જવાબ, પોલીસે “જેની સાથે પ્રેમ હતો તેની સાથે જ આવું વર્તન શું કામ ?” જુઓ શું કહ્યું નરાધમે

જેની સાથે પ્રેમ હતો તેની સાથે જ આવું વર્તન શું કામ, નરાધમે જુઓ શું શું જવાબો આપ્યા

દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડની કહાની કોઈના પણ રૂંવાડા ઉભા કરી દેનારી છે. શ્રદ્ધાની હત્યાના મહિનાઓ બાદ તેના હત્યારા વિશેની જાણ થઇ અને તેની રૂંવાડા ઉભા કરી દેનારી કહાની જાણીને લોકો પણ દંગ રહી ગયા. હત્યારા આફતાબે પહેલા શ્રદ્ધાનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી અને પછી તેના શરીરના 35 ટુકડાઓ કરી ફ્રિજમાં રાખી દીધા. આ મામલે આફતાબની ધરપકડ પણ થઇ ગઈ છે અને પોલીસ તેની સાથે પુછપરછ પણ કરી રહી છે. આ પુછપરછમાં ઘણા બધા ખુલાસાઓ થતા જોવા મળી રહ્યા છે.

પોલીસે આફતાબને પૂછ્યું કે “શ્રદ્ધાની હત્યા કેવી રીતે અને ક્યાં કરી ?” જેના જવાબમાં તેને કહ્યું કે “18મી મેની રાત્રે શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો. આ પહેલા પણ ઝઘડો થતો હતો. પરંતુ તે દિવસે મામલો વધી ગયો. અમારી બંને વચ્ચે ઝપાઝપી થઈ. પછી મેં શ્રદ્ધાને અપશબ્દો બોલ્યા. તેની છાતી પર બેસીને તેનું બંને હાથ વડે ગળું દબાવવાનું શરૂ કર્યું. થોડા સમયમાં જ તેણે દમ તોડી દીધો.” પોલીસે પૂછ્યું કે “લાશનું શું કર્યું ?” ત્યારે આફતાબે જવાબ આપ્યો, “એ જ રાત્રે લાશને ઘસેડીને બાથરૂમમાં લઇ ગયો અને આખી રાત લાશ ત્યાં જ પડી રહી.”

આફતાબને પોલીસે પૂછ્યું કે “લાશના ટુકડા ક્યારે અને કેવી રીતે કર્યા” જેના જવાબમાં આફતાબે કહ્યું કે “19 અને 20 મેના રોજ તેની લાશના ટુકડા કર્યા. 19મી મેના રોજ હું બજારમાં ગયો હતો. બજારમાંથી 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું. બીજી દુકાનમાંથી આરી ખરીદી. પછી હું ઘરે પાછો ફર્યો. રાત્રે તે જ બાથરૂમમાં આરી વડે લાશના ટુકડા કરવા માંડ્યા. મેં થોડા દિવસો માટે શેફ તરીકે પણ નોકરી કરી હતી. તે પહેલા મેં લગભગ બે અઠવાડિયા સુધી તાલીમ લીધી હતી. તે દરમિયાન ચિકન અને મટનને ગ્રાઇન્ડ કરવાની તાલીમ મળી. 19 મેના રોજ મેં મૃતદેહના ટુકડા કરી નાખ્યા. તેમને પોલીથીનમાં નાખ્યા અને પછી તે ટુકડાઓને પોલિથીન સાથે ફ્રીઝરમાં મુક્યા. બાકીના મૃતદેહને ફ્રીજના નીચેના ભાગમાં રાખવામાં આવ્યો હતો.

પોલીસે તેને પૂછ્યું કે “લાશના ટુકડાને ઠેકાણે લગાવવાનું ક્યારે શરૂ કર્યું ?”, ત્યારે તેણે જવાબ આપ્યો કે, “19મી અને 20મી મેની રાત્રે પ્રથમ વખત મૃતદેહના કેટલાક ટુકડા ફ્રીઝરમાંથી બહાર કાઢીને બેગમાં રાખ્યા. પહેલી રાત્રે બેગમાં ઓછા ટુકડા હતા. કારણ કે તે મૃતદેહના ટુકડા સાથે મોડી રાત્રે બહાર નીકળવામાં ડરતો હતો કે પોલીસ તેની તલાશી ના લે.” પોલીસે તેને પૂછ્યું કે “પહેલીવાર લાશના ટુકડા ક્યાં ફેંક્યા?” ત્યારે તેને કહ્યું, “19 અને 20 મેની રાત્રે મહેરૌલીના જંગલમાં ટુકડાઓ ફેંકવામાં આવ્યા હતા. પણ જંગલની અંદર બહુ દૂર ના ગયો.

પોલીસે તેને પૂછ્યું કે, “કેટલા દિવસમાં લાશના ટુકડાનો નિકાલ કર્યો?” ત્યારે આફતાબે જણાવ્યું કે, “બરાબર યાદ નથી, પણ ઓછામાં ઓછા 20 દિવસ સુધી હું લાશના ટુકડા ફેંકતો રહ્યો.” લાશના ટુકડા ક્યાં ક્યાં ફેંક્યા છે તેના જવાબમાં તેને જણાવ્યું કે “હું માત્ર છતરપુર અને મહેરૌલીની આસપાસ જ જતો હતો. બહુ દૂર જતાં પકડાઈ જવાનો ભય હતો.” પોલીસે તેને તે જગ્યાઓ યાદ છે કે નહિ તેમ પૂછ્યું તો તેને જણાવ્યું કે, “ના, પણ અમુક જગ્યાઓ તે જાણે છે. રાત્રે અંધારું હતું. તેથી મને બધી જગ્યાઓ બરાબર યાદ નથી.”

જયારે પોલીસે અફતાબને પૂછ્યું કે, “20 દિવસ સુધી ઘરમાં લાશ કે લાશના ટુકડાઓ પડ્યા હતા. આ સમય દરમિયાન તારું રૂટિન શું હતું?” જવાબમાં તેને કહ્યું, “હું ક્યારેય ઘરની બહાર નીકળતો નહોતો. તેમજ કોઈ પાડોશીને મળ્યો ન હતો કે વાત કરતો નહોતો. હું વારંવાર ફ્રિજના નીચેના ભાગથી ફ્રિઝરમાં ટુકડાઓને અદલાબદલી કરતો અને ફ્રીઝરમાં રાખેલા ટુકડાઓને નીચેના ભાગમાં રાખતો. જેથી મૃતદેહમાંથી દુર્ગંધ ન આવે. તે ઘર, ફ્લોર, બાથરૂમ કેમિકલથી સાફ કરતો હતો.”

“આખી લાશનો નિકાલ કર્યા પછી શું કર્યું?” એના જવાબમાં અફતાબે કહ્યું, “મેં ફરી આખું ઘર સાફ કર્યું. ફ્રિજ ખાલી થયા બાદ ફ્રિજને પણ કેમિકલથી સારી રીતે સાફ કર્યું. બાથરૂમ, ફર્શ, દીવાલ, ચાદર, કપડાં, બધું ધોઈને સાફ કર્યું.” “આટલી બધી સફાઈ કેમ કરી?” એ સવાલના જવાબમાં તેને કહ્યું, “એક તો ઘરમાંથી મૃતદેહની દુર્ગંધ દૂર કરવાની હતી, બીજું હું એ સુનિશ્ચિત કરવા માંગતો હતો કે ઘરમાં લોહી કે માંસનો કોઈ પુરાવો ન રહે. મને ખબર હતી કે વહેલા-મોડા આ સત્ય બહાર આવશે અને પછી આ ઘર અને ફ્રીજની પણ તપાસ કરવામાં આવશે. એટલા માટે મેં મારી બાજુના દરેક પુરાવા ધોઈ નાખ્યા.”

પોલીસે આફતાબને પૂછ્યું કે, “તું જેને પ્રેમ કરતો હતો તેની જ લાશ સાથે આવો વહેવાર કરતા પહેલા તે જરા પણ ના વિચાર્યું ?”, જવાબમાં તેને કહ્યું “ના. મને ગુસ્સો આવ્યો. તેથી જ મેં શ્રદ્ધાને મારી નાખી. પરંતુ હું નહોતો ઈચ્છતો કે તેના મોતનું સત્ય ઘરની બહાર જાય. શ્રદ્ધાના પરિવારના સભ્યો પણ તેનાથી દૂર રહેતા હતા. તેની તેના ઘરવાળા સાથે જ વાત નહોતી થતી. હું જાણતો હતો કે તેને શોધવા કોઈ આવશે નહીં. એટલા માટે જ લાશને ઠેકાણે લગાવવી ખુબ જ જરૂરી હતી અને મેં તે કર્યું.”  પોલીસની પૂછપરછમાં આફતાબે એ પણ જણાવ્યું કે તેણે શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા કરવા માટે ગૂગલ પર સર્ચ કરીને માનવ શરીર અને શરીર રચના વિશે માહિતી મેળવી હતી.

Niraj Patel