પોલિસ ઓફિસર નેશનલ એથલિટને નોકરીનો વિશ્વાસ આપીને હોટલમાં બોલાવી કરતો ગંદુ કામ, જાણીને રુવાડા ઉભા થઇ જશે

પંજાબના લુધિયાણાથી એક રેપનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જયાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પોલિસ ઓફિસરે નોકરી અપાવવા માટે વિશ્વાસ અપાવી તેની સાથે લાંબા સમય સુધી દુષ્કર્મ કર્યુ. ઓફિસર પર લાગેલા આ ગંભીર આરોપ બાદ પોલિસ મહેકમમાં હડકંપ મચી ગયો છે. પીડિત મહિલા નેશનલ વેટલિફ્ટિંગ ખિલાડી છે અને તેણે પોલિસ કમિશ્નરથી ઇન્સાફની ગુહાર લગાવી છે.

મહિલા નેશનલ વેટલેફ્ટિંગ ખિલાડીનો આરોપ છે કે, પોલિસ ઓફિસરે તેને સ્પોર્ટ્સ કોટામાં સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તે તેને વારંવાર નોકરીના બહાને હોટલોમાં બોલાવતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કરતો હતો.

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, જયારે તેને ખબર પડી કે તે જૂઠ્ઠુ બોલી રહ્યો છે તો તેણે વિરોધ કર્યો પરંતુ પોલિસ ઓફિસરે તેનો ગંદો વીડિયો બતાવ્યો અને બ્લેકમેલ કરવા લાગ્યો અને તેની સાથે રેપ કરતો રહ્યો. પોલિસ કમિશ્નરે આ મામલાની ગંભીરતા જોઇ તરત એક મહિલા અધિકારીને નિયુક્ત કરી અને પૂરા મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

ત્યાં જ પોલિસ ઓફિસર પર લાગેલા ગંભીર આરોપો પર એડીસીપીએ કહ્યુ કે, હજી આ મામલો સામે આવ્યો છે પરંતુ હજી સુધી ગંભીર આરોપોની પુષ્ટિ થઇ નથી. તેમણે કહ્યુ કે, ખિલાડી દ્વારા લગાવવામાં આવેલ આરોપોની પહેલા તપાસ કરવામાં આવશે અને આ આરોપોની પુષ્ટિ થાય છે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.

Shah Jina