પ્રજાની રક્ષા કરવા નિયુક્ત કરેલા પોલીસકર્મીએ જ મર્યાદા રાખ્યા વિના ફરિયાદ કરવા ગયેલી મહિલાને દબાડાવી, જુઓ વીડિયો
Police Misbehavior With Woman : પોલીસને પ્રજાના રક્ષક કહેવામાં આવે છે, તે છતાં સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા એવા વીડિયો વાયરલ તથા હોય છે, જેમાં પોલીસની છબી ખરાબ થતી જોવા મળે છે, ત્યારે હાલ આવો જ એક વીડિયો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક પોલીસકર્મી ફરિયાદ કરવા માટે આવેલી એક મહિલા સાથે ઊંચા અવાજે વાત કરતો અને તેને ધમકાવતો પણ જોવા મળી રહ્યો છે, વીડિયો વાયરલ થતા જ લોકો પણ ગુસ્સે ભરાયા હતા.
આ ઘટના સામે આવી છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સૌરભ પોલીસ ચોકીમાંથી. જ્યાં એક મહિલા ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ ત્યાં પોલીસકર્મીએ મહિલા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. પોલીસકર્મીએ ગુસ્સામાં મહિલાની મર્યાદાનું પણ માન ના રાખ્યું અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો. પોલીસકર્મી મહિલાને કહેવા લાગ્યો “આ કાંઈ તમારું ઘર છે, આ મચ્છીબજાર છે?” વીડિયો વાયરલ તથા જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.
સાથે જ આ વીડિયો વાયરલ થતા જ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, જેના કારણે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસના પણ આદેશ આપ્યા છે. વીડિયોમાં પોલીસકર્મી મહિલાને એમ પણ કહી રહ્યો છે કે વીડિયો ઉતારે છે તો IT એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી દઈશ. ત્યારે હવે જાહેર જનતા પણ આ મામલે રોષે ભરાઈ છે, જો કે DSPના તપાસના આદેશ બાદ આ મામલે શું કાર્યવાહી થાય છે તે હવે જોવાનું રહ્યું.