પોલિસકર્મીને 4 ઇંડાની ચોરી કરવી પડી ભારે, ફક્ત ૨૦ રૂપિયાના ઈંડા આ પોલીસવાળાને પડ્યા મોંઘા, ચોરી કરતો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં અવાર નવાર વીડિયો વાાયરલ થતા રહે છે. કોઇ વીડિયોથી તમારા ચહેરા પર સ્માઇલ આવે છે તો કોઇને જોઇને ગુસ્સો, ઘણા વીડિયો તો ચોંકાવનારા પણ હોય છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોલિસનો જવાન માસૂમિયત સાથે વર્દીમાં ઇંડાની ચોરી કરતો દેખાઇ રહ્યો છે.

જયોતિ સ્વરૂપ મોડ પર છિંદર નામનો એક વ્યક્તિ ઇંડાની સપ્લાય કરે છે. રોજની જેમ તે પોતાની લારી પર નીકળ્યો હતો. ગુરુવારે તે ઇંડાની સપ્લાય માટે જઇ રહ્યો હતો તે દરમિયાન એક હવાલદારે ચાર ઇંડા ચોરીને તેના ખિસ્સામાં નાખી દીધા અને રિક્ષામાં બેસી ગયો.

પરંતુ ત્યાં હાજર એક વ્યક્તિએ આ હરકતને તેના કેમેરામાં કેદ કરી લીધી. લારી વાળા અનુસાર, તેની ટ્રેથી ચાર ઇંડા ગાયબ હતા. SSPએ હવલદારને સસ્પેંડ કરવાની પુષ્ટિ કરતા કહ્યુ કે, આવા પોલિસકર્મીઓને કોઇ પણ કિંમત પર છોડવામાં આવશે નહિ.

તમે પણ જુઓ આ વીડિયો :

Shah Jina