ખબર

નિર્ભયા કેસના આરોપીઓને 72 કલાકમાં જ પકડી લીધા હતા આ બહાદુર અધિકારીઓએ, એક દિવસમાં બન્યો હતો નિર્ભયાના માતા-પિતાનો પાસપોર્ટ

છેલ્લા 7 વર્ષ 3 મહિના અને 4 દિવસથી ચાલી રહેલી ન્યાયની માંગણી આજે સંતોષાઈ છે, આજે સવારે 5:30 કલાકે નિર્ભય કેસના ચારેય આરોપીઓને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા ત્યારે નિર્ભયાની માતા સાથે સમગ્ર દેશે રાહતના શ્વાસ લીધા હતા.

Image Source

નિર્ભયાને ન્યાય આપવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી મહેનતને પણ ના ભૂલી શકાય, પોલીસ દ્વારા બનાવેલી એક ટિમ દ્વારા માત્ર 72 કલાકમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, તેમની આ મહેનત માટે પણ તે સલામીને હકદાર બને છે.

Image Source

આ ટીમનું સંચાલન એ સમયના ફરજ પરના ડીસીપી છાયા શર્માએ કર્યું હતું, શરૂઆતની શોધખોળ દરમિયાન તો પોલીસના હાથમાં કાંઈજ લાગ્યું નહીં પરંતુ જયારે ડીસીપી છાયા શર્મા નિર્ભયાને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે નિર્ભયાને જોઈને તેમને ઘેરો આઘાત લાગ્યો અને તરત જ આરોપીઓને શોધવા અને કેસની તપાસ કરવા માટે એક ટીમની રચના કરી.

Image Source

આ ટીમની અંદર 41 પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરથી લઈને ડીસીપી સુધીના 41 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમને દિવસ રાત મહેનત કરી અને માત્ર 3 જ દિવસમાં આ કેસના 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓની ધરકપકડ કર્યા બાદ તત્કાલીન પોલીસ કમિશનર અમુલ પટનાયકે પણ આ ટીમની પ્રસંશા કરી હતી.

Image Source

પકડાયેલા છ આરોપીઓ માંથી એક આરોપી રામસિંહે તિહાડ જેલની અંદર જ 2013માં આત્મહત્યા કરી લીધી હતી, તેનું શબ્દ જેલની અંદર જ લટકેલું મળી આવ્યું હતું, બીજો એક આરોપી નાબાલિક હોવાના કારણે તેને ત્રણ વર્ષની સજા કરી અને જેલમાંથી છોડી મુકવામાં આવ્યો હતો. બાકીના 4 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 7 વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેના બાદ તેમને આજે ફાંસી આપવામાં આવી.

Image Source

જયારે પહેલીવાર ડીસીપી છાયા શર્મા નિર્ભયાને મળવા માટે હોસ્પિટલ પહોંચી ત્યારે નિર્ભયાએ ડીસીપી છાયાને કહ્યું હતું કે: “જે લોકોએ મારી સાથે આ ગંદુ કામ કર્યું છે તેમને છોડશો નહિ” જેના બાદ છાંય શર્માએ કમર કસી અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોતાની બધી જ તાકાત લગાવી દીધી હતી.

Image Source

નિર્ભયાના ઈલાજ માટે તેને તાત્કાલિક સિંગાપુર ટ્રાન્સફર કરવાની ફરજ પડી હતી, જેમાં નિર્ભયાન માતા પિતાનો પાસપોર્ટ બનેલો નહોતો, પોલીસે આ માટે ખુબ જ મહેનત કરી અને એક જ દિવસમાં તેમનો પાસપોર્ટ બનાવી દીધો હતો.

Image Source

સિંગાપુરમાં પણ મૃત્યુ સાથેની લડત લડતા લડતા 13 દિવસ બાદ ત્યાંની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલની અંદર નિર્ભયાએ છેલ્લા શ્વાસ લીધા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.