ખબર

સુશાંત આત્મહત્યા કેસમાં પોલીસ પુછપરછ દરમિયાન આદિત્ય ચોપડાનો મોટો ખુલાસો, સંજય ભણસાલીના મંતવ્યો પડ્યા અલગ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે, પોલીસ આત્મહત્યાનું કારણ શોધવામાં માટે બોલીવુડના ઘણા કલાકારો અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની છેલ્લા 30 દિવસથી પુછપરછ કરી રહી છે, આ દરમિયાન ઘણા લોકોના અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. પોલીસે શનિવારના રોજ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાની પણ આ બાબતે પુછપરછ કરી હતી. અને તેમાં પણ નવા ખુલાસા સામે આવ્યા હતા.

Image Source

મળતી જાણકારી પ્રમાણે આદિત્યએ ભણસાલીના આરોપોને જુઠ્ઠા ગણાવ્યા છે. તેમને જણાવ્યું કે ભણસાલી જયારે “બાજીરાવ મસ્તાની” ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે બની શકે છે કે તેમને સુશાંત સિંહ રાજપૂતને તેના માટે પસંદ કર્યો હોય પરંતુ આ વિષે ભણસાલીની આદિત્ય સાથે કોઈ વાતચિંત નથી થઇ. સાથે જ તેમને એમ પણ કહ્યું કે જયારે યશરાજ ફિલ્મની સાથે કોન્ટ્રાક્ટમાં રહીને “એમ એસ ધોની” ફિલ્મમાં કામ કરી શકે છે તો ભણસાલીની “બાજીરાવ મસ્તાની”માં કેમ ના કરી શકે?

Image Source

આદિત્યએ પોલીસની સામે બીજા પણ કેટલાક તથ્યો રાખ્યા છે. તેમને પોલીસને જણાવ્યું કે રણવીર સિંહે “રામલીલા” ફિલ્મ વર્ષ 2010માં સાઈન કરી હતી. જયારે સુશાંતે યશરાજ ફિલ્મ સાથે પોતાનો કોન્ટ્રાકટ નવેમ્બર 2012માં કર્યો હતો. આ માટે ભણસાલી એ કહી જ ના શકે કે તેમને યશરાજ ફિલ્મના કારણે તેમની ફિલ્મ નથી કરી.

Image Source

પોલીસ પુછપરછમાં સંજય લીલા ભણસાલીએ પોલીસને જણાવ્યું હતું કે સુહંત તેમને “બાજીરાવ મસ્તાની” અને “ગોલિયોં કી રાસલીલા રામલીલા” ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા માટે પસંદ કર્યા હતા. અત્યાર સુધીની ખબરો પ્રમાણે ભણસાલીએ કહ્યું હતું કે યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રોક્ટમાં હોવાના કારણે સુશાંતે આ ફિલ્મો છોડવી પડી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.