ખબર

દિલ્લીમાં ખાખીને વળગ્યો કોરોના, જાંબાઝ ઈન્સ્પેક્ટરનું કોરોનાના કારણે મોત

દેશમાં કોરોનાની વિકરાળતા દિવસને ને દિવસે વધતી જાય છે. વૈશ્વિક મહામારીથી ઝપેટે આવનારા લોકોની સંખ્યામાં લગાતાર વધતી જાય છે. આ ખતરનાક વાયરસ દિલ્લીમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો કરે છે. આ વચ્ચે દિલ્લી પોલીસ સ્પેશિયલ સેલમાં તૈનાત જાંબાજ ઇન્સ્પેકટર સંજીવ કુમાર યાદવ સંક્ર્મણથી મોત થઇ ગયું હતું.

Image Source

પોલીસ અનુસાર, ઈન્સ્પેક્ટર સંજીવે મંગળવારે મોડી રાત્રે દક્ષિણ દિલ્હીના સાકેટમાં મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના ચેપ લાગ્યો હતો અને વેન્ટિલેટર પર હતો ત્યારબાદ છેલ્લા 15 દિવસથી મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.ઇન્સ્પેક્ટર સંજીવ સ્પેશિયલ સેલની સાઉથ વેસ્ટર્ન રેન્જમાં પોસ્ટ કરાયા હતા. દિલ્લીમાં કોરોનાથી ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીનું આ પ્રથમ મૃત્યુ છે.

Image source
Image source

અગાઉ આઠ પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા છે, જેમાં ત્રણ કોન્સ્ટેબલ, ત્રણ સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને બે સબ ઇન્સ્પેક્ટર છે. પ્રથમ 5 મેના રોજ 31 વર્ષિય કોન્સ્ટેબલ અમિતનું કોરોનાથી નિધન થયું હતું. નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે દિલ્હીમાં કોરોનાના 2199 નવા કેસ નોંધાયા હતા અને 62 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજધાનીમાં કુલ કોરોના કેસ વધીને 87 હજાર 360 થઈ ગયા છે, જ્યારે 2742 લોકોએ જીવ ગુમાવ્યો છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: