વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસના સામે આવ્યા બે વિરોધાભાસી નિવેદન, પહેલા કહ્યુ હતુ- ગરબા રમવા નહોતી ગઈ અને રિમાન્ડ અરજીમાં કરાયો ચણિયાચોળીનો ઉલ્લેખ…

વડોદરાના ભાયલીમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરે સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની, આ ઘટનાના આરોપીઓ આખરે પકડાઈ ગયા અને તે બાદ તેમના કોર્ટમાંથી પોોલિસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નવરાત્રિમાં બનેલી આ હચમચાવી દેતી ઘટનામાં એક ખુલાસો થયો છે. રિમાન્ડ અરજીમાં ખુલાસો થયો છે કે સગીર પીડિતા ગરબા રમવા ગઈ હતી. જોકે આ પહેલા એવું કહેવામાં આવ્યુ હતુ કે પીડિતા ગરબા રમવા નહોતી ગઈ.

પોલીસની રિમાન્ડ અરજી અનુસાર, સગીર પીડિતા ન્યુ અલ્કાપુરી વિસ્તારમાં આવેલા શિશુ ગરબામાં ચણિયાચોળી પહેરી ગઈ હતી. કોર્ટમાં થયેલી રિમાન્ડ અરજીમાં પીડિતાએ ચણીયાચોળી પહેરી હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત એવું પણ છે કે ગરબા મેદાનમાં કાદવ-કીચડ હોવાથી પીડિતા અને તેનો મિત્ર અન્ય શાંત જગ્યાએ ગયા હતા. પીડિતા મિત્ર સાથે બાઈક પર બેસીને ભાયલી પહોંચી હતી.

જણાવી દઇએ કે, આ પહેલા એસપીએ નિવેદનમાં જણાવ્યુ હતું કે, પીડિતા ગરબા રમવા નહોતી ગઈ અને મિત્ર સાથે ફરવા નીકળી હતી. આ ઘટનાને ગરબા સાથે કોઈ લેવાદેવા નથી. જો કે હવે રિમાન્ડ અરજીમાં પીડિતા ગરબા રમવા ગઇ હોવાનું અને ચણિયાચોળી પહેરી હોવાનું સામે આવ્યુ છે. સગીરા અને તેનો મિત્ર જ્યાં બેઠા હતા ત્યાં 2 બાઇક પર 5 લોકો આવ્યા અને બે લોકોએ દુષ્કર્મ આચર્યું. પીડિતા પરપ્રાંતિય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે.

આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા. ત્રણેય આરોપીઓ ઉત્તરપ્રદેશના અને બીજા ધર્મના હોવાનું સામે આવ્યું છે જે લાંબા સમયથી તાંદલજા વિસ્તારમાં રહેતા હતા. આ કેસના આરોપીઓ સામે યુપીવાળી કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓના મકાન પર પાલિકા બુલડોઝર ફેરવશે. આ માટે બે આરોપીના ઘરે પાલિકાએ નોટિસ ફટકારી છે કારણ કે મકાન ગેરકાયદે છે. જો કે આધાર પુરાવા રજૂ કરવા ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!