સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બાબા કા ઢાબાની આજે શકલ સુરત પણ બદલાઈ ગઈ છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે નવું રેસોરેન્ટ પણ શરૂ કરી દીધું છે, પરંતુ બાબા કા ઢાબા ઘણું જ વિવાદોમાં પણ રહ્યું છે.

હાલમાં આ વિવાદ મામલામાં દિલ્હી પોલીસે કોર્ટની અંદર સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કર્યો છે કે બાબાના ખાતામાં 42 લાખ રૂપિયા આવ્યા છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદે કોર્ટની અંદર એક યાચિકા દાખલ કરી અને હિસાબ માંગ્યો હતો.

તો બીજી તરફ દિલ્હી પોલીસ આ મામલામાં યુ-ટ્યુબર ગૌરવ વાસન સાથે લિંક કરાયેલા બેંક ખાતાની તપાસ કરી રહી છે. આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી કે ના ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

દક્ષિણ જિલ્લા પોલીસ સૂત્રોનું કહેવું છે કે બાબાના ખાતામાં 42 લાખ કરતા પણ વધારે રૂપિયા આવ્યા છે. યુ-ટ્યુબર ગૌરવ વાસને સોશિયલ મીડિયા ઉપર પોતાનું અને પોતાની પત્નીનું એકાઉન્ટ શેર કર્યું હતું. ગૌરવે બધા જ પૈસા બાબાને આપી દીધા હતા, પરંતુ 4.20 લાખ રૂપિયાને લઈને વિવાદ હતો.