ખબર

પોલીસને ખરાબ કહેનારા લોકો આ વાંચી લેજો, પોતાની બે વર્ષની બાળકીના અંતિમ સંસ્કાર કરી પાછા જોડાયા ફરજ ઉપર

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને આ લોકડાઉનમાં હોસ્પિટલની અંદર ડોકટર અને નર્સ દિવસ રાત પોતાના પરિવારથી દૂર રહી અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે તો બીજી તરફ પોલીસકર્મીઓ ખડેપગે દિવસ રાત લોકો ઘરમાંથી બહાર ના નીકળે તેના માટે પોતાના પરિવારને છોડી અને ફરજ ઉપર ઉભા છે. ત્યારે આ પોલીસ કર્મીઓને શું પોતાના પરિવારની ચિંતા નહિ હોય? શું તેમનો પરિવાર તેમને ઘરે રાહ નહિ જોતો હોય? તેમના બાળકોને જોવા માટે તે ઉત્સુક નહિ થતા હોય? પરંતુ આ બધાની કુરબાની આપવા છતાં પણ ઘણા લોકો પોલીસને ગમેતેવા શબ્દો જ કહેતા હોય છે ત્યારે હાલમાં જે સમાચાર આવ્યા છે તે સાંભળીને માત્ર તમને પોલીસ માટે માન જ નહીં જન્મે તેમની આ સેવાભાવના જોઈને આંખો પણ ભીની થઇ જશે.

Image Source: Jaysinh Mandod Facebook

આ હકીકત છે ખેડા જિલ્લાના સેવાલિયા અને ઠાસરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મંડોળ દંપતીની. છેલ્લા 10 વર્ષથી ખેડા જિલ્લાના સેવાલિયામાં જયસિંહ મંડોળ ફરજ બજાવી રહ્યા છે અને તેમના પત્ની અલ્કા મંડોળ ઠાસરા પ્લોટ્સ સ્ટેશનમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ દંપતી ઠાસરા પોલીસ લાઈનમાં રહે છે. લોકડાઉનના કારણે તે સતત પોતાની ડ્યુટી પર રહે છે. તેમને બે વર્ષની દીકરી પણ છે જેનું નામ રાહી છે. પોતે સતત ડ્યુટી ઉપર રહેતા હોવાના કારણે તેમને પોતાની દીકરીને મામાના ઘરે દાહોદ [પાસે આવેલા સંજેલી મુકામે મૂકી આવ્યા હતા.

Image Source: Jaysinh Mandod Facebook

2જી એપ્રિલના રોજ જયસિંહ ઉપર ફોન આવ્યો કે તેમની દીકરી લીલા ચણા ખાતા એક ચણો તેના નાકમાં ફસાઈ ગયો છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે દાહોદ હોસ્પિટલમાં લઇ જઈએ છીએ, આ સાંભળી જ જયસિંહ અને અલ્કા ઉપર આભ ફાટી પડ્યું હતું, તેમને બંનેએ ઠાસરા અને સેવાલિયાના અધિકારીને પોતાના ઉપર આવેલી આફત વિશે જણાવ્યું અને અધિકારીએ પણ માનવતાના ધોરણે તેમને પોતાની દીકરી પાસે જવા માટે અનુમતિ આપી હતી, જયસિંહ તેમની પત્ની સાથે ફટાફટ દાહોદ જવા માટે નીકળ્યા, રસ્તામાં જ બીજા સમાચાર આવ્યા કે દાહોદમાંથી ડોક્ટરોએ તકલીફ વધુ જણાતા વડોદરા લઇ જવાની સૂચના આપી છે અને જેના કારણે રાહીને વડોદરા લઇ જઈએ છીએ, જયસિંહ અને તેમની પત્ની રસ્તામાંથી જ વડોદરા તરફ જવા રવાના થયા, પરંતુ તે પોતાની દીકરી સુધી પહોંચે એ પહેલા જ દીકરીએ શ્વાસ છોડી દીધા હતા, કાલ સુધી જે દીકરી આખા પરિવાર મ,માટે ખુશીઓ વેરતી હતી એજ દીકરી હવે હંમેશા માટે પરિવારની આંખોમાં આંસુ છોડીને ચાલી ગઈ હતી.

Image Source: Jaysinh Mandod Facebook

મંડોળ પરિવાર ઉપર જાણે આભનો ડુંગર જ તૂટી પડ્યો હોય તેવું લાગ્યું, બીજી તરફ ખેડાના એસ.પી. દિવ્ય મિશ્રાને આ વાતની જાણ થઇ કે તેમના બે પોલીસકર્મીઓ રજા વગાર જ ઘરે ગયા છે જેના કારણે તેમને ઠાસરા અને સેવાલિયાના અધિકારીઓનો ઉધડો લઇ લીધો હતો. લોકડાઉનના સમયમાં રજા પાડનાર એ દંપતીને સસ્પેન્ડ કરવાની પણ વિચારણા કરી રહ્યા હતા.

Image Source: Jaysinh Mandod Facebook

પરંતુ મંડોળ દંપતીએ પળવારનો પણ વિલંબ કાર્ય વગર દીકરીનો અંતિમ વિધિ પતાવી બીજા દિવસે જ એટલે કે 3જી એપ્રિલના રોજ ફરજ ઉપર પાછા જોડાયા હતા. લોકડાઉનના કારણે દેશને પણ તેમની જરૂર હતી, અને તેના કારણે જ આ દંપતી પોતાના દુઃખનો કડવા ઘુંટળો પી અને પોતાઈ ફરજને પ્રાધાન્ય આપ્યું હતું.

Author: GujjuRocks Team