ખબર

દિલ્લી પોલિસ કોન્સ્ટેબલે કર્યુ એવુ કામ કે જાણીને સલામ કરવાનું થઇ જશે મન…

82 વર્ષના મહિલાને માટે આ મહાન પોલિસ કોન્સ્ટેબલે જે કર્યું એ જાણીને તમે સલામ કરશો

કોરોના મહામારી દરમિયાન પોલિસ પણ ઘણી રીતે ફ્રંટલાઇન પર રહી જરૂરિયાતમંદોની મદદ કરી રહી છે. આવો એક કિસ્સો દિલ્લીમાંથી સામે આવ્યો છે. દિલ્લી પોલિસ કોન્સ્ટેબલ કુલદીપ સિંહે એક વૃદ્ધ મહિલાને ઉઠાવી અને તેમને વેક્સિન લગાવવા લઇ ગયા.

દિલ્લી પોલિસ કોન્સ્ટેબલ પદ પર કાર્યરત કુલદીપ સિંહની દરિયાદિલી જોઇ લોકો તેમની વાહ વાહ કરતા થાકતા નથી. તેમણે એક વૃદ્ધન મહિલાની મદદ કરી હતી. 82 વર્ષના વૃદ્ધ મહિલા શીલા ડિસૂઝા જે એક સેવાનિવૃત્ત અંગ્રેજી શિક્ષક છે તેઓ દિલ્લીમાં તેમના વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ચાલી શકતા ન હતા અને આ જોઇને ત્યાં હાજર પોલિસ કોન્સ્ટેબલ કુલદીપ સિંહે મદદ માટે હાથ આગળ વધાર્યો હતો.આ મહિલાએ પીપીઇ કિટ પણ પહેરેલી હતી.

પોલિસ કોન્સ્ટેબલ કુલદીપ સિંહે તેમને ઉઠાવ્યા અને વેક્સિનેશન સેન્ટર પહોંચાડ્યા તે બાદ તેમણે મહિલાને એકલા ના મૂક્યા અને મહિલાને વ્હીલચેર પર બોસાડી વેક્સિન લગાવ્યા બાદ તેઓ પોતે ઘરે મૂકવા પણ ગયા.

ન્યુઝ એજન્સી એએનઆઇએ આ બાબતે ટ્વીટ કર્યુ છે અને અત્યાર સુધી આ ટ્વીટને ઘણી બધી લાઇક્સ મળી ચૂકી છે તેમજ લોકો આ પોલિસ કોન્સ્ટેબલ કુલદીપ સિંહની વાહ વાહ પણ કરી રહ્યા છે.