પોલીસ કોન્ટેબલે જીતી લીધા લોકોના દિલ, રસ્તા ઉપર બેસીને વાંસળી ઉપર વગાડ્યું બોર્ડર ફિલ્મનું “સંદેશે આતે હે” ગીત, વાયરલ થયો વીડિયો

લાકડી નહિ પરંતુ આ પોલીસ કોન્સ્ટેબલે હાથમાં પકડી વાંસળી, રસ્તા ઉપર બેસીને વગાડ્યું બોર્ડર ફિલ્મનું “સંદેશે આતે હે” ગીત

આપણા દેશમાં ઘણા લોકોના દિમાગમાં પોલીસને લઈને અલગ અલગ છાપ જોવા મળે છે. ઘણા પોલીસકર્મીઓ એવા પણ હોય છે જે લોકોનું દિલ જીતવામાં કોઈ કસર નથી છોડતા, ઘણીવાર પોલીસકર્મીઓ સામાન્ય જનતાની મદદે પણ આવતા હોય છે અને તેમના કાર્યો દ્વારા દિલ જીતી લેતા હોય છે. તેમના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એવા જ એક પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં આ પોલીસકર્મી રસ્તા ઉપર ટેબલ ઉપર બેસીને વાંસળી વગાડી રહ્યો છે અને વાંસળી પર તે બોર્ડર ફિલ્મનું ખુબ જ સુંદર ગીત “સંદેશે આતે હે”ના સુર રેલાવી રહ્યો છે, પોલીસકર્મીને આ રીતે વાંસળી વગાડતા જોઈને લોકો મંત્રમુગ્ધ થઇ રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહેલ આ પોલીસકર્મી મુંબઈ પોલીસનો જવાન છે. જયારે તે વાંસળી વગાડે છે ત્યારે તેની આસપાસ તેના સાથી જવાનો પણ જોવા મળે છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. ઘણા યુઝર્સે આ વીડિયોને શેર કર્યો છે. જેમાં એક પોલીસકર્મી 1997ની ફિલ્મ ‘બોર્ડર’નું ગીત ‘સંદેશે આતે હૈ…’ વાંસળીની ધૂન પર વગાડતો જોવા મળે છે. વીડિયોમાં દેખાતા પોલીસકર્મીનું નામ જાણી શકાયું નથી, પરંતુ તેણે જે રીતે આ ધૂન વગાડી છે તેને લોકો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયોને વડાલાફોરમ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. પોસ્ટમાં લખેલા કેપ્શન મુજબ, આ વીડિયો મુંબઈના વડાલામાં રફી અહેમદ કિડવાઈ માર્ગ પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને આ પોલીસકર્મીની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel