આધેડ વ્યક્તિનો જીવ બચાવવા કોન્સ્ટેબલે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, જુઓ રૂવાડા ઉભો કરી દે તેનો Video

આ કોન્સ્ટેબલે એવું તે શું કર્યું કે આખા દેશમાં થઈ રહી છે પ્રશંસા, જુઓ વીડિયો

પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય રીતે આપણા મગજમાં તેનો ગુસ્સાવાળો સ્વભાવ સામે આવી જાય છે. પરંતુ આ ખાખીના પાછળ એક કોમળ દિલ પણ રહેલુ છે. આવી ઘણી ઘટનાઓ બની છે જેમાં પોલીસે પોતાના જીવની પરવા કર્યા વિના જનતાની મદદ કરી છે. જો કે પોલીસે કરેલા સારા કામો ચર્ચા ઓછી થાય છે. તેથી તેનો માનવીય ચહેરો લોકો સમક્ષ નથી આવતો. પરંતુ આજે અમે તમને એક એવા પોલીસકર્મી વિશે જણાવીશું જેની ચર્ચા આજે ચારે તરફ થઈ રહી છે.

અમે વાત કરી રહ્યા છીએ કોન્સ્ટેબલ સંદેશ કુમારની. સંદેશ કુમાર અત્યારે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. હકિકતમાં તેમણે કિચડમાં ફસાયેલા વ્યક્તિનો જીવ બચાવ્યો છે. આ રેસ્ક્યુનો વીડિયો આગ્રા પોલીસે શેર કર્યો છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા પણ તેને ફરી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે સંદેશ કુમાર દોરડાની મદદથી આધેડને કેવી રીતે બહાર કાઢી રહ્યા છે. પોલીસ અધિકારી તેને પોતાના ખભ્ભા પર ઉંચકીને લઈને આવે છે અને અન્ય પોલીસ જવાનો તેની સુરક્ષા માટે દોરડુ ખેંચે છે.

આ વીડિયો શેર કરતી વખતે ઉત્તર પ્રદેશ પોલીસે કેપ્શનમાં લખ્યું, કોન્સ્ટેબલ સંદેશ કુમાર અને @agrapolice ની ટીમ પીએસ બરહાનના બહાદુરી ભર્યા કામને સલામ, જેમણે એક કીચડમાં ફસાયેલા વ્યક્તિને હાજર સંશાધનોની મદદથી બચાવ્યો. આ વીડિયો શેર કરતા ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થવા લાગ્યો છે. લોકોએ આધેડ વ્યક્તિને બચાવવા બદલ પોલીસની પ્રશંસા કરી. એક વ્યક્તિએ લખ્યું, આ બહુ પ્રશંસનીય છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ બધા લોકોની પ્રશંસા કરીએ છીએ. તો બીજા વ્યક્તિએ લખ્યું, રેસ્ક્યુ કરનાર પોલીસને તેની બહાદુરી માટે સન્માનિત કરવાની જરૂર છે. તો બીજાએ કહ્યું, આગરા પોલીસ દ્વારા કરવામાં આવેલું મહાન કાર્ય. તે વ્યક્તિને સલામ.

આ અંગે આગરા પોલીસે જણાવ્યું કે, બચાવ અભિયાનનું નેતૃત્વ સ્ટેશન હાઉસ ઓફીસર(SHO) શેર સિંહ કરી રહ્યા હતા. તેમણે વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, એક આધેડ વ્યક્તિ કીચડમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ કોન્સ્ટેબલ સંદેશ કુમારે બહાદુરી બતાવતા શરીરે દોરડુ બાધીને કીચડમાં ઉતર્યા અને કીચડમાં ફસાયેલા વ્યક્તિને બચાવ્યો.

અધિકારીઓએ એ પણ જણાવ્યું કે, ઘણા ગભરાયેલા અને ઘાયલ વૃદ્ધને ફાયર વિભાગની એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘાયલ વ્યક્તિનું નામ બ્રેજશ છે અને તે આગ્રાના રહેવાશી છે.

YC