અમદાવાદમાં કોન્સ્ટેબલે કહ્યું, કેસ નહિ કરું આટલા લાખ રૂપિયા આપી દયો, આખરે ઝડપાયા બંને લાંચ માંગનારા

અધધધ લાખોની લાંચ માંગી લીધી, ACB એ છટકું ગોઠવીને ઝડપી લીધા

ગુજરામતા દારૂબંધી માત્ર કાગળ જ ઉપર રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, ઘણીવાર ખુલ્લેઆમ દારૂ વેંચતા લોકો અને પાર્ટીઓ કરતા લોકોને ઝડપી પાડવામાં આવતા હોય છે. તો ઘણીવાર આવા કિસ્સાઓમાં પોલીસ પણ આંખ આડા કાન કરતી હોય છે, અને રૂપિયા લઈને આખો કેસ રફે દફે કરી નાખતી હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં પોલીસે પકડેલા દારૂ ઉપર કેસ નહિ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માંગી હતી, પરંતુ ACBના હાથે ઝડપાઇ ગયા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની અંદર રિક્ષામાં દારૂની બે પેટી લઇ જઈ રહેલા વ્યક્તિને પોલીસે ઝડપ્યા હતા. જેના બાદ પોલીસ કોન્સ્ટેબલે કેસ નહિ કરવાના 2.25 લાખ રૂપિયા માંગ્યા હતા. જેના બાદ ફરિયાદીએ આ મામલે ACBનો સંપર્ક કર્યો હતો. જેના બાદ એસીબી દ્વારા છટકું ગોઠવીને આરોપી પોલીસકર્મી અને વહીવટદારોને રૂપિયા એક લાખની લાંચ લેંતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર એસીબીમાં ફરિયાદ કરનાર વ્યક્તિએ તેમના કાકાને શાહીબાગ ખાતે પાર્સલ લેવા માટે મોકલ્યા હતા. આ પાર્સલની અંદર બે પેટી દારૂ હતો. જયારે ફરિયાદીના કાકા રિક્ષામાં દારૂ લઈને જતા હતા ત્યારે શાસ્ત્રીનગર પોલીસે રૉક્સઅને રોકીને ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે મૂકી દીધી હતી. જેના બાદ નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રકાશ રબારીએ ફરિયાદી પાસે પહેલા 5 લાખની લાંચ માંગી અને છેલ્લે રકઝક કરતા 2.25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

જેના બાદ ફરિયાદીએ પૈસા ના આપવાના હોય ACBને સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું. કોન્સ્ટેબલ અમૃત રબારીએ 1 લાખ રૂપિયા ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્પ્લેક્સમાં આવેલા એપેક્સ પાન પાર્લરના માલિક ભરત પટેલને આપવા માટે જણાવ્યું હતું. જેના બાદ ફરિયાદીએ 1 લાખ રૂપિયા તેમને આપ્યા, જેના બાદ એસીબીની ટીમ ત્યાં પહોંચી અને દુકાનના ડ્રોવરમાંથી એક લાખ રૂપિયા રિકવર કર્યા હતા. આ મામલામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

Niraj Patel