ખબર

હૈદરાબાદ કાંડ: સાઇબરાબાદના પોલીસ કમિશનર સજ્જનારને શા માટે કહેવામાં આવે છે ‘એન્કાઉન્ટર મેન’

હૈદરાબાદમાં મહિલા પશુ ચિકિત્સકનો રેપ કરીને તેને સળગાવી નાખનાર ચારેય આરોપીઓને પોલીસે અથડામણમાં ઠાર માર્યા હતા. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે પોલીસ આરોપીઓને નેશનલ હાઇવે-44 પર ક્રાઇમ સીન રિકંસ્ટ્રક્શન માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યા એન્કાઉન્ટર થયું અને આરોપીઓ માર્યા ગયા.

તેલંગણાના સાયબરાબાદમાં 27 અને 28 નવેમ્બરની રાત્રે ચાર લોકોએ મહિલા પશુ ચિકિત્સક પર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ આઠ દિવસમાં જ પોલીસે એક અથડામણમાં આ ચારેય આરોપીઓને ઠાર માર્યા હતા. શુક્રવારે જ્યારે તેલંગાણા પોલીસે આરોપીઓને ક્રાઇમ સીન રિકંસ્ટ્રક્શન માટે નેશનલ હાઇવે-44 નજીક ઘટનાસ્થળે લઈ ગયા હતા, ત્યારે તેઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ચારેય આરોપી માર્યા ગયા હતા.

Image Source

આ ઘટનાક્રમ બાદ સાયબરબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારનું નામ ફરી ચર્ચામાં છે. સાયબરબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે. તેમને એન્કાઉન્ટર મેન પણ કહેવામાં છે. તેમના કાર્યકાળ દરમિયાન, ઘણા એવા એન્કાઉન્ટર થયા છે જેનો પડઘો દેશભરમાં પડ્યો હતો.

Image Source

વારંગલ એસિડ કેસ –

તેલંગાણા (પૂર્વ આંધ્રપ્રદેશ) ના વારંગલમાં એક વિદ્યાર્થીની પર એસિડથી હુમલો થયો હતો. આ દરમિયાન આ વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ કેસ પણ રાજ્યમાં ખૂબ જ ઉછળ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઢેર કરી દીધા હતા. ત્યારે પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો જે દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણેય આરોપીઓ માર્યા ગયા હતા.

Image Source

માઓવાદીઓનું એન્કાઉન્ટર –

માત્ર બળાત્કારનો આરોપી જ નહિ પરંતુ ઘણા માઓવાદીઓના એન્કાઉન્ટરમાં વીસી સજ્જનાર ટીમનો ભાગ રહયા હતા. તેમનું નામ સાંભળીને જ માઓવાદીઓ ડરી જતા હતા. હૈદરાબાદમાં પોલીસ કમિશનર તરીકે તેમને દોઢ વર્ષ પહેલા જ કમાન્ડ લીધો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.