ગુજરાત પાર્સિંગની ક્રેટા કાર રાજસ્થાનમાંથી ઝડપાઇ, પોલીસે કારની અંદરથી કોથળામાં ભરેલા અધધધ કરોડ ઝડપ્યા… અમદાવાદના કંપની માલિકે 10 લાખ ઓછા હોવાનો કર્યો દાવો.

રાજસ્થાનમાંથી પકડાયેલી રૂપિયા ભરેલી કાર મામલામાં આવ્યો નવો વળાંક, અમદાવાદના કંપની માલિકનો 100,00,00 રૂપિયા ઓછા હોવાનો દાવો, પોલીસ પણ ગોથે ચઢી

ઘણા લોકો ગુજરાતમાંથી રાજસ્થાન ફરવા માટે જતા હોય છે. ત્યારે ઘણીવાર બોર્ડર પર ચેકીંગ દરમિયાન તેમની પાસેથી દારૂ કે બીયર ઝડપાતી હોય છે. આવા ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે પરંતુ હાલ એક ઘટના એવી સામે આવી છે જેને લોકોના હોશ ઉડાવી દીધા છે. રાજસ્થાનમાંથી એક ગુજરાત પાર્સિંગની ક્રેટા કાર ઝડપાઇ છે. જેમાંથી પોલીસને મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવી છે.

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં બનેલી આ ઘટનાએ પોલીસને પણ ચોંકાવી દીધી. અહીં પ્રતાપ નગર પોલીસ સ્ટેશને એક કારમાંથી 6 કરોડ 75 લાખ રૂપિયાની જંગી રોકડ મળી છે. આ મામલે પોલીસે બે યુવકોની અટકાયત કરી છે. થોડા સમય પછી, એક કંપનીએ તેના વકીલ દ્વારા આ રોકડની માલિકીનો દાવો કર્યો હતો કે કારમાં 6 કરોડ 85 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. 100,00,00 ક્યાં ગાયબ થઈ ગયા.

અધિક પોલીસ અધિક્ષક ચંચલ મિશ્રાએ કહ્યું કે પ્રતાપ નગર પોલીસ સ્ટેશનને બાતમીદાર પાસેથી માહિતી મળ્યા બાદ બુધવારે બપોરે પુર રોડ પર ગુજરાત નંબરની કાર ઝડપાઈ હતી, જ્યારે તેની તલાશી લેતા એક કોથળામાંથી 2000 અને 500ની નોટોના બંડલ મળી આવ્યા હતા. પોલીસે ગુજરાતના રહેવાસી રાહુલ ચાવડા અને જયદીપ ચાવડાને કસ્ટડીમાં લીધા હતા અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.

રૂપિયા ગણતા 6 કરોડ 7500000 રૂપિયા નીકળ્યા. અધિક પોલીસ અધિક્ષક ચંચલ મિશ્રાએ પણ કહ્યું કે આ રોકડ રિકવર કર્યા પછી પણ કોઈ પોલીસ સ્ટેશન આવ્યું નહોતું. બંને યુવકો પણ પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. બીજી તરફ પોલીસ દ્વારા આટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી હોવાની માહિતી મળતાં જ અમદાવાદમાં મેક ટેક કંપનીના માલિક કમલેશ શાહે તેમના વકીલ શહજાદ મોહમ્મદને પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા.

તેમનું કહેવું છે કે ખેતીની જમીન ખરીદવા માટે 6 કરોડ 85 લાખ રૂપિયા અમદાવાદથી ડ્રાઈવર અને હેલ્પર સાથે ભીલવાડા મોકલવામાં આવ્યા હતા. જમીનના સોદાના અભાવે આ કર્મચારીઓ રોકડ લઈને પરત અમદાવાદ જઈ રહ્યા હતા. તમામ પૈસા કંપનીના છે. કંપનીના માલિકનું કહેવું છે કે પોલીસે તેનો સંપર્ક કર્યો નથી.

કંપનીના વકીલ શહજાદ મોહમ્મદ પ્રતાપ નગર પોલીસ સ્ટેશને આવ્યા અને જણાવ્યું કે કંપનીના કર્મચારીઓ અમદાવાદથી 6 કરોડ 85 લાખ રૂપિયા લાવ્યા હતા. હવે તે રૂ. 6 કરોડ 750,00,00 કેવી રીતે થઇ ગયા ? કંપનીમાંથી લાવેલા પૈસાના તમામ કાગળો તેની પાસે છે. પોલીસ હવે આ મામલે તપાસમાં લાગી ગઈ છે.

Niraj Patel