જાણવા જેવું

આ એક વાત કહી દયો પછી ટ્રાફિક પોલીસ નહી કાપી શકે તાત્કાલિક મેમો- જાણો કાયદો

દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કરાયા બાદ હવે વાહનચાલકોએ એક ડોક્યુમેન્ટ પણ ન હોવાના કારણે મોટો દંડ ભરવો પડી રહ્યો છે. જો કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અનુસાર, જો તમે ટ્રાફિક પોલીસની માંગ અનુસાર તરત જ વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC), ડ્રાઈવિંગ લાયસન્સ (DL) અને પરમિટ સર્ટિફિકેટ ન બતાવો તો એ ગુનો નથી બનતો. વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ જે-તે વાહનચાલકનો ચલણ ફાડી શકે નહીં.

Image Source

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139 અનુસાર, વાહન ચાલકને તેના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વાહન ચાલકનું ચલણ ફાડી શકે નહિ. એટલે કે જો વાહનચાલક 15 દિવસની અંદર આ દસ્તાવેજોને બતાવવાનો દાવો કરે છે તો પોલીસ કે આરટીઓ તે વાહન ચાલકનો ચલણ ફાડી શકે નહીં. પણ આ પછી વાહન ચાલકે તમામ જરૂરી ડોક્યૂમેન્ટ્સ સંબંધિત ટ્રાફિક પોલીસ કે અધિકારીને 15 દિવસની અંદર બતાવવાના રહે છે.

Image Source

મોટર વ્હીકલ એક્ટ 2019ના નિયમ 158 અનુસાર, જો એક્સીડેન્ટ થાય છે કે આવા બીજા કોઈ ખાસ મામલે ડોક્યુમેન્ટ બતાવવા માટે 7 દિવસનો સમય મળે છે. જો ટ્રાફિક પોલીસ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC), ડ્રાઈવિંગ લાયસન્સ (DL) અને પરમિટ સર્ટિફિકેટ તરત જ ન બતાવવા પર ચલણ ફાડે છે તો વાહનચાલક પાસે વિકલ્પ હોય છે કે તે કોર્ટમાં આ ચલણ વિરૂધ્ધ અરજી કરી શકે.

Image Source

એક સિનિયર વકીલના જણાવ્યા અનુસાર, જો ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે ચલણ આપે છે તો તેનો મતલબ એ નથી કે ચાલકને દંડ ભરવો જ પડશે, ટ્રાફિક પોલીસનું ચલણ કોર્ટનો આદેશ નથી. વાહનચાલક આની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી શકે અને જો કોર્ટને લાગે કે વાહન ચાલકની પાસે બધા ડોક્યૂમેન્ટ્સ છે અને તેને રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો નથી તો તે દંડની રકમ માફ કરી શકે છે.

Image Source

સાથે જ જયારે ટ્રાફિક પોલીસ મેમો ફાડે ત્યારે એક સાક્ષીની સહી જરૂરી છે, જેને કોર્ટમાં ટ્રાયલ સમયે હાજર પણ કરવાનો રહે છે. જો ટ્રાફિક પોલીસ સાક્ષીને કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળ રહે છે, તો કોર્ટ તમારો દંડ માફ કરી શકે છે. જો કે સેકશન 207 પ્રમાણે જ્યા સુધી વાહનચાલક ટ્રાફિક પોલીસને ડૉક્યુમેન્ટ્સ બતાવે નહીં અને અધિકારી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તેનું વાહન જપ્ત કરી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks