પોલિસ સ્ટેશનમાં દરિંદગીનો વીડિયો : મહિલા SHOએ દાદી-પૌત્રને ઘસેડી-ઘસેડી માર્યા- જલ્લાદ બન્યા પોલિસવાળા !
મધ્યપ્રદેશના કટનીથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં જીઆરપી પોલીસ સ્ટેશનની અંદર 15 વર્ષના છોકરા અને તેની દાદીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ગયા વર્ષે બની હતી. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજ મુજબ, પોલીસ મહિલા અને તેના પૌત્રને ચોરીની શંકાના આધારે સ્ટેશન લાવી હતી, અને પછી બંનેને માર મારવામાં આવ્યો.
આ ઘટનામાં જીઆરપી કટની સ્ટેશન પ્રભારી અરુણા વહાને અને અન્ય અધિકારીઓ સામેલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એસએચઓ અરુણા વહાને સહિત ઘણા પોલીસકર્મીઓ બંનેને નિર્દયતાથી માર મારતા જોઈ શકાય છે. આ વાયરલ વીડિયોએ લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે, ઘણા લોકો દોષિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રીપોર્ટ અનુસાર, દાદી અને પૌત્રને ચોરીના કેસમાં પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
જો કે, પોલીસે કથિત રીતે બંનેને થર્ડ ડિગ્રી ટોર્ચરનો શિકાર બનાવ્યા. પીડિતે કટનીના પોલીસ અધિક્ષક, પોલીસ મહાનિર્દેશક, ભોપાલ અને ભારતના રાષ્ટ્રપતિને લેખિત ફરિયાદ કરી છે. કટનીના પોલીસ અધિક્ષક અભિજીત રંજને આ મામલાની નોંધ લીધી છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પોલીસ અધિક્ષક સંતોષ દહિયાને કેસની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. પોલિસ હજુ સુધી ભૂલ કરનાર પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી શકી.
मध्यप्रदेश के कटनी में दलित परिवार के 15 साल के बच्चे और उसकी मां के साथ थाना प्रभारी और पुलिस स्टॉफ की क्रूरता मानवता को झकझोर कर रख देने वाली है। यह घटना ना सिर्फ मप्र पुलिस की क्रूरता को दर्शाती है, बल्कि समाज में व्याप्त दलितों के प्रति हिंसा की मानसिकता को भी उजागर करती हैं। pic.twitter.com/30esDE2ifH
— Hansraj Meena (@HansrajMeena) August 28, 2024