શું બોલિવુડના મશહૂર આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઇનો એનડી સ્ટુડિયો થશે સીલ ? 250 કરોડનું દેવુ હોવાથી…

250 કરોડનું દેવું હતું, બૉલીવુડની આ મોટી હસ્તી વિશે થયો સૌથી મોટો ખુલાસો, વાંચો અંદર

બોલિવુડના મશહૂર આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઇની આત્મહત્યા બાદ બોલિવુડની ગલિયારામાં માતમ પસરાયેલો છે. બધા જ તેમના આ પગલા પર હેરાની જતાવી રહ્યા છે. નિતિન દેસાઇએ ફેમસ એનડી સ્ટુડિયોમાં પોતાનો જીવ આપી દીધો હતો અને તેમના સુસાઇડનું કારણ પૈસાની તંગી જણાવવામાં આવી રહ્યુ છે. દિવ્ય ભાસ્કરના એક રીપોર્ટ અનુસાર નીતિન દેસાઇ પર લગભગ 250 કરોડ રૂપિયાનું દેવું હતું અને તેમણે એક કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને વ્યાજ સહિત લોનની રકમ 250 કરોડ સુધી પહોંચી ગઈ હતી.

એનડી સ્ટુડિયો સીલ કરવામાં આવે એવી શક્યતા
અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે કંપનીએ રિકવરી માટે કાયદેસર પગલાં લીધાં હતા. કંપનીએ ત્યાંના જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ સ્ટુડિયો જપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એનડી સ્ટુડિયોને સીલ કરવામાં આવે એવી પણ શક્યતા હતી. જો કે, પોલીસને નીતિન દેસાઇના ફોનમાંથી એક ઓડિયો-ક્લિપ મળી છે, જેમાં ચાર લોકોનો ઉલ્લેખ છે. નીતિન દેસાઇની કંપની એનડી આર્ટ્સ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડે ECL કંપની દ્વારા બે વખત 185 કરોડની લોન લીધી હતી.

પોલિસ દરેક એંગલથી કરી રહી છે તપાસ
પહેલી લોન 2016માં અને બીજી લોન 2018. વર્ષ 2020માં જ્યારે લોન ચૂકવવાની વાત આવી ત્યારે બધી સમસ્યાઓ શરૂ થઈ. જણાવી દઇએ કે, પોલિસ અનુસાર, નીતિન દેસાઈનો મૃતદેહ સવારે 9 વાગ્યા આસપાસ દોરડાથી લટકતો મળી આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થઇ તો પોલિસની ટીમ ત્યાં પહોંચી અને તપાસ કરી. પોલિસનું કહેવું છે કે તેઓ દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહ્યા છે. તેમને નીતિન દેસાઇના મોબાઈલમાંથી એક ઓડિયો-ક્લિપ મળી છે, અને તેમાં 4 લોકોનો ઉલ્લેખ પણ છે.

દબાણને કારણે આત્મહત્યા કરી હોવાની શંકા
પોલીસને શંકા છે કે નીતિન દેસાઈએ તેમના દબાણને કારણે આત્મહત્યા કરી છે. જો કે, ટૂંક સમયમાં જ તેમનું નિવેદન નોંધવામાં આવશે. આ મામલે નિર્માતા આનંદ પંડિતનું કહેવુ છે કે નીતિન દેસાઈ વાસ્તવમાં કર્જતમાં ડિઝની લેવલનો સ્ટુડિયો બનાવવા માગતા હતા અને આ બાબતે તેઓ તણાવમાં પણ હતા. જો કે 6 મહિના પહેલાં જ્યારે આનંદ પંડિતે તેમની સાથે છેલ્લીવાર વાત કરી ત્યારે તેઓ એકદમ ખુશ હતા, પણ હવે શું થયું એ ખબર નથી.

અક્ષય કુમારે OMG-2 ટ્રેલરનું લોન્ચિંગ એક દિવસ માટે રાખ્યું મોકૂફ
જણાવી દઇએ કે, આજે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ OMG-2નું ટ્રેલર રિલીઝ થવાનું હતું પણ નીતિન દેસાઈની યાદમાં અને આદરમાં અક્ષય કુમારે ટ્રેલરનું લોન્ચિંગ એક દિવસ માટે મોકૂફ રાખ્યું. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર લખ્યું , ‘હું નીતિન દેસાઈ વિશે સાંભળીને ચોંકી ગયો છું. પ્રોડક્શન ડિઝાઇનમાં તેમનું કામ ભૂલી શકાય એમ નથી અને અમે તેમના આદરના ભાગરૂપે આજે OMG-2નું ટ્રેલર લોન્ચ કરતા નથી. આવતીકાલે સવારે 11 વાગ્યે ટ્રેલર જોવા મળશે.

Shah Jina