ખબર

12 વાર કોરોના વેક્સિન લેવાનો દાવો કરી રહેલા વૃદ્ધના માથે આવી મોટી મુસીબત, પોલીસે અડધી રાત્રે ઘરમાં પાડ્યા દરોડા અને પછી…

12 વખત કોરોના વેક્સિન લગાવવાને લઈને ચર્ચામાં આવેલા બ્રહ્મદેવ મંડલના માથે હવે મુસીબતો વધી ગઈ છે, તેમના વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરી લેવામાં આવી છે, તો તેમના ઘરે તેમને ઝડપી પાડવા માટે અડધી રાત્રે પોલીસે દરોડા પાડ્યા હતા. પરંતુ બ્રહ્મદેવ ભાગી છૂટ્યા હતા.

12 વખત કોરોનાની રસી લઈને ચર્ચામાં આવેલા બ્રહ્મદેવ મંડલની ધરપકડ કરવા પોલીસ સોમવારે તેમના ઘરે પહોંચી હતી. બ્રહ્મદેવ મંડલ વિરૂદ્ધ ગંભીર કેસમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે તેમના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસ મધેપુરાના પુરૈનીમાં રહેતા બ્રહ્મદેવ મંડલની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન પોલીસને ઘરમાં બ્રહ્મદેવ મંડલ મળ્યા નહોતા. જેના બાદ પોલીસે તેમના ઘરની તલાશી લીધી હતી. ત્યાં પોલીસ પહોંચતા મંડલના સંબંધીઓએ આરોપ લગાવ્યો કે પોલીસે ત્યાં એવું વર્તન કર્યું કે જાણે તે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર હોય.

સંબંધીઓનો આરોપ છે કે પોલીસ તેમને જાણ કર્યા વિના તેમના ઘરમાં ઘૂસી ગઈ હતી. આ પછી તેણે ઘરનો દરવાજો તોડી નાખ્યો અને બ્રહ્મદેવ મંડલ ઘરે ન મળતાં તેમણે તેના પરિવારજનોને ધમકી આપી હતી. તેમની પત્ની નિર્મલા દેવીએ કહ્યું કે તેમના પતિ અને પરિવાર સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે તેઓ બહુ મોટા ગુનેગાર હોય. નિર્મલા દેવીએ કહ્યું કે પોતાની તબિયત સુધારવા માટે તેમના પતિએ 12 વખત કોરોનાની રસી લીધી. તેમના પતિને ઘણી બીમારીઓ હતી, પરંતુ રસી લીધા પછી રોગ ઠીક થઈ ગયો, તેથી તેણે ડોઝ લેવાનું ચાલુ રાખ્યું. પોલીસ એવી ધમકી આપી રહી છે કે જાણે આખા પરિવારે કોઈ મોટો ગુનો કર્યો હોય.

તમને જણાવી દઈએ કે બ્રહ્મદેવની ચર્ચાઓ 12 વાર વેક્સિન લગાવવાને લઈને આખા દેશમાં ચાલી રહી છે. બ્રહ્મદેવે 10 મહિનામાં 12 વાર વેક્સિન લગાવી છે. તેના બાદ બિહાર સરકારના આદેશ ઉપર ચિકિત્સા પદાધિકારી ડો. વિનિયકૃષ્ણ પ્રસાદે પોલીસ સ્ટેશનમાં બ્રહ્નદેવ વિરુદ્ધ એફઆઈઆર દાખલ ક્રરાવિ હતી.

બ્રહ્મદેવ વિરુદ્ધ ગંભીર ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના ઉપર વેશ બદલી અને છળ કરવા, બેમાંનીથી બહુમૂલ્ય વસ્તુને નષ્ટ કરવા અને સરકારી લોક સેવક દ્વારા આપવામાં આવેલા નિર્દેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. મામલામાં પોલીસે જણાવ્યું કે છાપામારી દરમિયાન તે ઘર ઉપર નહોતા મળ્યા. ત્યારબાદ તેમના પરિજનોને કહેવામાં આવ્યું કે તે જેવા જ ઘરે આવે પોલીસ સ્ટેશન મોકલી દે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે બ્રહ્મદેવ વિરુદ્ધ એટલા માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે કે બીજા લોકો આવું પગલું ના ભરે.