વધુ એક લૂંટેરી દુલ્હન આવી ગઈ ચેપટમાં: ઘરેણાં અને પૈસા લઈને થઇ જતી હતી ફરાર,સાસરિયાને નશીલો પદાર્થ પીવડાવીને કરી દેતી હતી બેભાન

લગ્નની લાલચ રાખતા મુરતિયાઓ સાવધાન, પોલીસે પકડી એવી લૂંટેરી દુલ્હનને જે એક દિવસ માટે કરતી હતી લગ્ન, અને લગ્નની રાત્રે…

દેશભરમાંથી લૂંટેરી દુલ્હનોના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. લગ્નેઇછુક યુવકોને લગ્નની લાલચ આપીને કેટલીક ગેંગ દ્વારા લગ્ન કરવવામાં આવે છે અને લગ્નના થોડા જ દિવસમાં અથવા તો લગ્નના દિવસે જ આવી દુલ્હનો લાખો રૂપિયાના ઘરેણાં અને ઘરમાં પડેલી રોકડ રકમ લઈને ફરાર થઇ જતી હોય છે. હાલ એવી જ એક લૂંટેરી દુલ્હનને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે.

પોલીસે ઝડપી પાડેલી દુલ્હન એક દિવસ માટે લગ્ન કરતી હતી. અને ઘરવાળાને નશીલા પદાર્થ આપીને રોકડ રકમ અને ઘરેણાં લઈને ફરાર થઇ જતી હતી. આ દુલ્હન સાથે એક આખી ગેંગ સક્રિય હતી જે ઠગી અને લૂંટપાટની વારદાતને અંજામ આપતી હતી.

આ દુલ્હન અને ગેંગ પહેલા પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવાની ઈચ્છા રાખતા વ્યક્તિ સાથે કન્યાના લગ્ન કરાવતા હતા. જેના બાદ રાત થવા ઉપર દુલ્હનના ઘરવાળાને નશો આપી અને બેભાન કરી દેતી હતી. અને ઘરમાં રાખેલા ઘરેણાં તેમજ રોકડ રકમ લઈને પલાયન થઇ જતી હતી.

આ લૂંટેરી દુલ્હનને શાહજહાંપુર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. લૂંટેરી દુલ્હન રાગિની અને તેની ગેંગનો મુખ્ય વ્યક્તિ રફીક ઉર્ફે ગોપાલ ઠાકુર બિહારનો રહેવા વાળો છે. જયારે જિલ્લાના ચાર સદસ્યો આ ગેંગમાં સામેલ છે. જે શિકાર શોધીને લાવતા હતા. હાલમાં જ બંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેંગ દ્વારા લૂંટેરી દુલ્હન દ્વારા રામ સિંહ નામના એક યુવકને લૂંટીને શિકાર બનાવ્યો હતો. પકડાઈ ગયેલી ગેંગ અને લૂંટેરી દુલ્હનની પાસેથી 48 હજાર રૂપિયા રોકડ અને ઘરેણાં મળી આવ્યા છે.

પોલીસે આખી ગેંગનો ખુલાસો કર્યો છે. હાલમાં પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ લૂંટેરી દુલ્હન અને તેની ગેંગ દ્વારા ક્યાં ક્યાં લોકોને પોતાની લૂંટનો શિકાર બનાવ્યા છે. લૂંટેરી દુલ્હન અને તેની ગેંગને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

Niraj Patel