દુઃખદ સમાચાર ‘પોકેમોન’ સ્ટારનું બ્રેસ્ટ કેન્સરથી નિધન, હવે નહિ સંભળાય મિસ્ટી-જેસી જેવો અવાજ

દુઃખદ સમાચાર: ફેમસ કાર્ટુનને અવાજ આપનારનો અવાજ ખામોશ, બ્રેસ્ટ કેન્સરે લીધો જીવ, જુઓ તસવીરો

આ દિવસોમાં ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે, જો કે તેની સારવાર ચાલી રહી છે અને તે પહેલાથી રિકવર પણ થઇ રહી છે. જો કે તેમ છતાં ચાહકો અભિનેત્રીના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે, તેની પાછળનું કારણ ખતરનાક બીમારી છે. ઘણીવાર બ્રેસ્ટ કેન્સરથી કોઇનાને કોઇના સમાચાર આવે છે.

ત્યારે હવે તાજેતરમાં એક સેલિબ્રિટી જેનો અવાજ બાળકોને મંત્રમુગ્ધ કરતો હતો તેણે દુનિયાને અલવિદા કહી દીધું હોવાનું સામે આવ્યુ છે. અનેક પ્રકારના અવાજો ઉત્પન્ન કરવામાં સક્ષમ રેચેલ લિલિસ (Rachael lillis) નું 46 વર્ષની વયે અવસાન થયું છે. રેચેલના નિધનની પુષ્ટિ તેની સાથી કલાકાર વેરોનિકા ટેલરે કરી હતી, જે આ પ્રખ્યાત શોના મુખ્ય પાત્ર એશ કેચમનો મૂળ અવાજ હતી. મિત્રને યાદ કરતાં વેનેરિકાએ લખ્યું- આપણે બધા રેચેલ લિલિસને તેણે ભજવેલા પાત્રો માટે યાદ રાખીશું.

તેણે તેના અવાજના જાદુ અને તેના શાનદાર કોમિક ટાઈમિંગથી બાળકોની રજાને રસપ્રદ બનાવી. આવી સ્થિતિમાં, તે તેના કામ માટે હંમેશા યાદ રહેશે, ચેરેલ લિલિસના નિધને બધાને ચોંકાવી દીધા છે, રેચેલે પોકેમોન જેવા કાર્ટૂનમાં પોતાનો અવાજ આપ્યો છે. આ કાર્ટૂન બાળકો દ્વારા સૌથી વધુ જોવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે રેચેસ લિલીસનું બ્રેસ્ટ કેન્સરને કારણે નિધન થયુ છે. તેણે પોતાના 20 વર્ષથી વધુના કરિયરમાં 120થી વધુ શોમાં પોતાનો અવાજ આપ્યો છે.

Shah Jina