આપણા દેશ્માં મહિલાઓ સાથે અત્યાચાર અને બળાત્કાર જેવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, આવી ઘટનાઓ થયા બાદ લોકો પણ પીડિત મહિલાને ન્યાય આપાવવા માટે આગળ આવતા હોય છે, ત્યારે હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ એક મહિલા સાથે સામુહિક બળાત્કાર થયો અને તેને પીએમ મોદી પાસે મદદની ગુહાર લગાવી છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલાએ પીએમ મોદીને મદદ માટે અપીલ કરી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો. મહિલા તેની સાથે આ ગુના સામે ન્યાય માટે સતત આજીજી કરી રહી છે, પરંતુ તેને ન્યાય મળ્યો નથી, ત્યારબાદ તેણે પીએમ પાસે મદદ માંગી છે.
પીએમ પાસે મદદ માંગનાર મહિલાનું નામ મારિયા તાહિર છે. તેનું કહેવું છે કે તેને અને તેના બાળકને પાકિસ્તાનમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એક ઈમોશનલ વીડિયો શેર કરતા તેણે કહ્યું કે, હું ગેંગરેપ પીડિતા છું અને છેલ્લા સાત વર્ષથી ન્યાય માટે લડી રહી છું. હું પીએમ મોદી પાસે આશ્રય માંગું છું કારણ કે પીઓકેની પોલીસ, સરકારો અને ન્યાયતંત્ર આ સાત વર્ષમાં મને ન્યાય અપાવી શક્યા નથી.
મારિયા કહે છે કે આ વીડિયો દ્વારા હું પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરવા માંગુ છું કે મને ભારત આવવાની મંજૂરી આપો. અહીં તેનો અને તેના બાળકનો જીવ જોખમમાં છે. મારિયાએ કહ્યું કે તેના બાળકને મારી નાખવાની ધમકી મળી રહી છે. અહીંની પોલીસ અને રાજકારણી ચૌધરી તારિક ફારૂક મને અને મારા બાળકને ગમે ત્યારે મારી શકે છે, તેથી હું PM પાસે મને ભારતમાં રહેવા માટે જગ્યા આપવા અને સુરક્ષા આપવા માટે પરવાનગી માંગું છું.
#Pakistan के ‘कब्जे वाले कश्मीर’ #PoK से एक गैंगरेप पीड़िता ने @PMOIndia से गुहार लगाई है कि उसको भारत आने की इजाजत दी जाए. क्योंकि उसको और उसके बच्चों को वहां जान का खतरा है. पिछले 7 सालों से न्याय की राह तक रही मारिया ताहिर ने @narendramodi से मदद देने की अपील की है. pic.twitter.com/VRLOu2jtCn
— Garima Tiwari (@Garima18897) April 12, 2022
તમને જણાવી દઈએ કે મારિયા વર્ષ 2015થી તેની સાથે થયેલા જઘન્ય અપરાધમાં સામેલ લોકોને કડક સજા કરાવવાનો પ્રયાસ કરી રહી છે. તેણે અગાઉ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં 2015માં બનેલી આઘાતજનક ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું. તે વીડિયોમાં તે લોકોના નામ પણ આપી રહી છે જેમણે ગુનો કર્યો હતો.