અજબગજબ

લાખો રૂપિયાની અંદર વેચાય છે આ દેડકાઓ, તેની પાછળનું કારણ જાણીને તમે પણ રહી જશો હેરાન

દુનિયાની અંદર ઘણા એવા પ્રાણીઓ છે જેને ઘણા લોકો ખરીદે પણ છે અને લાખો રૂપિયા તેની કિંમત પણ ચૂકવતા હોય છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ દેડકાઓને પણ લાખો રૂપિયાના ભાવમાં ખરીદી શકે છે?

Image Source

વાંચીને નવાઈ લાગે પરંતુ આ હકીકત છે. પરંતુ આ કોઈ સામાન્ય દેડકાઓ નથી. ઝેરીલા દેડકાઓ છે અને સામાન્ય દેડકા કરતા કંઈક જુદા જ દેખાય છે.

Image Source

આ દેડકાની પરાજિનું નામ છે પોયજન ડાર્ટ. દુનિયાભરની અંદર આ દેડકાઓ પોતાના ઝેર માટે જાણીતા છે. આ દેડકાનું ઝેર 10 લોકોના જીવ લઇ શકે છે. જેના કારણે દુનિયાભરની અંદર આ દેડકાની મોટા પ્રમાણમાં તસ્કરી કરવામાં આવે છે.

Image Source

પોયજન ડાર્ટ દેડકાની કિંમત જાણીને દરેક કોઈ હેરાન રહી જાય છે. આ પ્રકારના દેડકાની ઇન્ટનેશન માર્કેટમાં કિંમત 1.50 લાખ રૂપિયા છે.

Image Source

આ પ્રજાતિના દેડકાઓ અલગ અલગ રંગના હોય છે. જેમાં કાળા, પીળા, નારંગી, લીલા ચમકદાર અને ભૂરા રંગના પણ હોય છે.

Image Source

આ દેડકાઓ 6 સેન્ટિમીટર સુધીની સાઈઝના હોય છે. તેમનું વજન 30 ગ્રામ સુધીનું હોય છે. આ પ્રજાતિના નર દેડકાઓ ઈંડાને પાનાં, મૂળિયાં અને ભીની જગ્યાએ સંતાડીને રાખતા હોય છે.

Image Source

આ પોયજન ડાર્ટ દેડકાઓ બ્રાજીલ, ઇક્વાડોર, વેનેઝુએલા, બોલિવિયા, કોસ્ટારિયા, પનામા, ગુયાના અને હવાઇના જંગલોમાં મળી આવે છે.

Image Source

જર્મન સ્થિત હમ્બોલ્ટા ઇન્સ્ટિટ્યૂટના શોધકર્તાઓનું માનવું છે કે કોલંબિયામાં 200 લુપ્તપ્રાય પ્રજાતિઓને સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવી છે. જેની અંદર પોયજન ડાર્ટ દેડકા પણ સામેલ છે. આ દેડકાના રંગ અને ઝેરના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત ખુબ વધારે છે.