ખબર

સગીરા સાથે લફડું કરનારાઓ સાવધાન…15 વર્ષની સગીરાને ફોસલાવી ભગાડી જનારને કોર્ટે આપી ભયંકર સજા- થર થરી જશો

ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ કે સગીરા સાથે દુષ્કર્મ તથા સગીરાઓને ભગાડી જવાના કિસ્સા સામે આવે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં આરોપીની ધરપકડ થતા કોર્ટ દ્વારા તેને કડકમાં કડક સજા પણ આપવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક POCSOના આરોપીને 15 વર્ષની સગીરાને ભગાડી જવાના કેસમાં કોર્ટે 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો. વાત વર્ષ 2019ની છે.

ખાનપુરની 15 વર્ષની સગીરાને અનીલ ઉર્ફે કાળુ નાયકે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને તેને લઇને તેના પર યૌન શોષણના ગુનાનો કેસ મહીસાગર લુણાવાડા કોર્ટમાં ચાલતો હતો. ત્યારે સ્પે. પોક્સો કેસ ચાલી જતા ઈ.પી.કો. કલમ અને પોક્સો એક્ટ હેઠળ ગુનામાં આરોપી અનીલને તકસીરવાર ઠરાવીને કોર્ટે 20 વર્ષની સખત કેદ તેમજ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2019માં મહીસાગરના ખાનપુરના મેડાના મુવાડા ગામનો આરોપી અનીલ ઉર્ફે કાળુ નાયક ખાનપુરની 15 વર્ષની સગીરાને ફોસલાવી ભગાડી ગયો હતો અને તેનું યૌન શોષણ કર્યું હતું. ત્યારે આરોપી વિરૂદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ ઈ.પી.કો. કલમ મુજબ ગુનો નોંધાયો હતો અને તે બાદ મહીસાગરના એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે. પોક્સો કેસ શરૂ થયો.

ત્યારે આ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.પોક્સો જજ અને એડીશનલ સેશન્સ જજે આવા ગુનાઓ અટકાવવા અને સમાજમાં દાખલો બેસાડવા આરોપી અનીલને 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો. જો કે ભોગબનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને વળતર પેટે 3 લાખ ચુકવવાનો હુકમ કર્યો છે.